Get The App

ભારતની દુરંદેશી, વહેલુ લોકડાઉન લાગુ ના કર્યુ હોત તો વધારે લોકોનો મોત થાતઃ WHO

Updated: Apr 4th, 2020

GS TEAM

Google News
Google News
ભારતની દુરંદેશી, વહેલુ લોકડાઉન લાગુ ના કર્યુ હોત તો વધારે લોકોનો મોત થાતઃ WHO 1 - image

નવી દિલ્હી, તા.4 એપ્રિલ 2002, શનિવાર

21 દિવસના લોકડાઉનના નિર્ણયની ભલે કોંગ્રેસે ટીકા કરીને કહ્યુ હોય કે પ્લાનિંગ વગર લોકડાઉન લાગુ કરાયુ છે પણ WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના વિશેષ એમ્બેસેડર ડોક્ટર ડેવિડ નાબરોએ આ નિર્ણયની ભરપૂર પ્રશંસા કરી છે.

ભારતની દુરંદેશી, વહેલુ લોકડાઉન લાગુ ના કર્યુ હોત તો વધારે લોકોનો મોત થાતઃ WHO 2 - imageડોકટર નારબોનુ કહેવુ છે કે, લોકડાઉન લાગુ કરવાનો ભારત સરકારનો નિર્ણય બહુ સાહસિક છે.તેનાથી ભારતની જનતાને કોરોના વાયરસ સામે લડવાની તક મળી છે. એક અખબાર સાથેની વાતચીતમાં ડો.નાબરોએ કહ્યુ હતુ કે, ભારતમાં બહુ જલ્દી લોકડાઉન લાગુ કરી દેવાયુ હતુ. ત્યારે કોરોનાના દર્દીઓ બહુ ઓછા હતા.આ બહુ દુરદર્શી નિર્ણય હતો. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે કોરોનાને રોકવામાં મદદ મળશે.

ભારતની દુરંદેશી, વહેલુ લોકડાઉન લાગુ ના કર્યુ હોત તો વધારે લોકોનો મોત થાતઃ WHO 3 - imageતેમણે કહ્યુ હતુ કે, આ નિર્ણયની ઘણા લોકો ટીકા કરી રહ્યા છે.શ્રમજીવીઓને તકલીફ પડી રહી છે પણ આ એક સાહસિક પગલુ છે. જો લોકડાઉન મોડુ લાગુ કરાયુ હોત તો વધારે લોકોના જીવ ગયા હોત અને બહુ મોટા પાયે કોરોના વાયરસ ફેલાયો હતો.

નાબરોએ સાથે સાથે યુરોપ અને અમેરિકા તરફ ઈશારો કરીને કહ્યુ હતુ કે, કેટલાક દેશોમાં લોકડાઉનનુ યોગ્ય રીતેપાલન નથી થયુ. જ્યાં હજારો લોકો રોજ જીવ ગુમાવી રહ્યા છે. આવનારા દિવસોમાં આ વાયરસ ખતમ નહી થાય. મને ખબર નથી કે ગર્મીમાં શું થશે. ભારતમાં ઉનાળો ચાલુ થઈ ગયો છે ત્યારે ગરમીમાં ભારતમાં આ વાયરસ કેવી અસર બતાવે છે તેના પર  મારી નજર છે.


Tags :