તાળીઓ વગાડવા, દીવા સળગાવવાથી કોવિડ-19નું સમાધાન નહી આવે, પુરતા ટેસ્ટ કરો: રાહુલ ગાંધી
નવી દિલ્હી, તા. 04 એપ્રીલ 2020, શનિવાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતમાં કોરોનાને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોના વાઈરસનો સામનો કરવા માટે પુરતા પ્રમાણમાં ટેસ્ટ નથી થઈ રહ્યાં. લોકોની તાળીઓ વગાડવાથી અને દીવા સળગાવવાથી આ સમસ્યાનું સમાધાન નહી આવે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, કોવિડ-19નો સામનો કરવા માટે ભારત અત્યારે ટેસ્ટ નથી કરી રહ્યું છે. લોકોની તાળીઓ વગાડવા અને દીવાં સળગાવવાથી સમસ્યાનું સમાધાન નહી થવા નથી જઈ રહ્યું.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં ગ્રાફ પણ શેર કર્યો છે જેમાં દુનિયાભરમાં પ્રતિ મિલિયન વસ્તીના પ્રમાણમાં થનારા ટેસ્ટ અને પોઝિટિવ સામે આવતા કેસ વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે.