Get The App

પીએમની લાઈટો બંધ રાખવાની અપીલથી પાવર કંપનીઓમાં હડકંપ, ગ્રીડ ફેલ થવાનુ જોખમ

Updated: Apr 4th, 2020

GS TEAM

Google News
Google News
પીએમની લાઈટો બંધ રાખવાની અપીલથી પાવર કંપનીઓમાં હડકંપ, ગ્રીડ ફેલ થવાનુ જોખમ 1 - image

નવી દિલ્હી, તા.4 એપ્રિલ 2002, શનિવાર

પાંચ એપ્રિલે રાતે નવ વાગ્યે નવ મિનિટ માટે ઘરની લાઈટો બંધ કરવાના પીએમ મોદીની અપીલ બાદ પાવર કંપનીઓમાં હડકંપ મચી ગયો છે.

હવે વીજ કંપનીઓને ગ્રિડ ફેલ થવાનો ડર સતાવી રહ્યો છે.કંપનીઓને બીક છે કે, અચાનક જ આખા દેશમાં લાીટો બંધ થશે ત્યારે પાવરનુ કન્ઝમ્પશન અચાનક જ ઓછુ થશે. જેના કારણે ગ્રીડ પરનુ ભારત વધી જશે.

આ મામલે હવે રાજ્યો પોતાની વીજ કંપનીઓને એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે. યુપી, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ સરકારે પોતાના વીજળી વિભાગોને ગાઈડ લાઈન જારી કરી દીધી છે.

પીએમની લાઈટો બંધ રાખવાની અપીલથી પાવર કંપનીઓમાં હડકંપ, ગ્રીડ ફેલ થવાનુ જોખમ 2 - imageજાણકારોનુ માનવુ છે કે, પાવર ગ્રિડ સ્થિર રહે તે માટે વીજળીનો વપરાશ એક ચોક્કસ ફ્રિકવન્સીમાં થવો જરુરી છે. આ ફ્રિકન્વસી 49.95 અને 50.05 હટર્ઝ સુધી હોવી જોઈએ.જો વીજળીનો વપરાશ અચાનક વધી જાય અથવા ચો થઈ જાય તો આ ફ્રિકન્વસીમાં બદલાવ આવે છે અને ગ્રિડનુ સંતુલન ખોવાઈ શકે છે.

વીજ કંપનીઓને ચિંતા છે કે, જો લોકો દેશમાં એક સાથે લાઈટો બંધ કરશે તો વીજ વપરાશમાં 10 ટકાનો ઘટાડો થઈ શકે છે. જેનાથી ગ્રિડ ફેલ થઈ શકે છે.

મહારાષ્ટ્રના વીજ મંત્રી રાઉતે તો અપીલ કરી છે કે, લોકો દિવા પ્રગટાવે પણ લાઈટો બંધ ના કરે. તેનાથી ગ્રિટ ફેલ થશે અ્ને તમામ ઈમરજન્સી સેવાઓ ફેલ થઈ શકે છે.


Tags :