For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 10 of lockdown: અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1169 લોકોનાં મોત, મૃત્યુંઆંક 5 હજારને પાર

Updated: Apr 3rd, 2020

અમદાવાદ, તા. 3 એપ્રિલ 2020, શુક્રવાર

દેશભરમાં કોરોના વાઈરસના વધતા કેસો વચ્ચે સરકારે લોકડાઉનનું એલાન કર્યું છે. જેના લીધે પરિવાહનના તમામ સાધનો બંધ છે. આ વચ્ચે એર ઈન્ડિયાએ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફ્લાઈટનું બુકિંગ 30 એપ્રીલ સુધી બંધ કર્યું છે. ચીનથી આખી દુનિયામાં ફેલાયેલો કોરોનાવાયરસ અમેરિકામાં હડકંપ મચી ગયો છે. અમેરીકામાં કોરોના વાયરસના ચેપથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1169 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે મૃત્યુંઆંક 5 હજારને પાર થયો છે.


એર ઈન્ડિયાએ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફ્લાઈટની બુકિંગ 30 એપ્રીલ સુધી બંધ કરી
દેશભરમાં કોરોના વાઈરસના વધતા કેસો વચ્ચે સરકારે લોકડાઉનનું એલાન કર્યું છે. જેના લીધે પરિવાહનના તમામ સાધનો બંધ છે. આ વચ્ચે એર ઈન્ડિયાએ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફ્લાઈટનું બુકિંગ 30 એપ્રીલ સુધી બંધ કર્યું છે. Read More


Coronavirus: અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1169 લોકોનાં મોત, મૃત્યુંઆંક 5 હજારને પાર
ચીનથી આખી દુનિયામાં ફેલાયેલો કોરોનાવાયરસ અમેરિકામાં હડકંપ મચી ગયો છે. અમેરીકામાં કોરોના વાયરસના ચેપથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. Read More


Corona: વિદેશથી આવેલા 960 તબલીગી જમાતીઓ વિરૂધ્ધ FIRનાં હુકમ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં પોલીસ વડા અને રાજ્યોનાં ડીજીપીને કહ્યું છે કે તે વિદેશથી આવેલા 960 તબલીગી જમાતઓ વિરૂધ્ધ એફઆઇઆર નોંધવાનું શરૂ કરે કેમ કે આ લોકો કોવિડ-19નાં કારણે જાહેર આરોગ્યની આ કટોકટીની સ્થિતીમાં લોકો માટે જોખમરૂપ છે. Read More


Coronavirus: છેલ્લા 24 કલાકમાં 12નાં મોત અને 336 નવા કેસ, 647 કેસ જમાત સંબંધીત
કોરોના વાયરસ રોગચાળાનું સંકટ સતત વધી રહ્યા છે, આરોગ્ય મંત્રાલય (Health Ministry)એ શુક્રવારે જણાવ્યું કે દેશમાં કોરોનાનાં 2301 કેસ નોંધાયા છે, 56 લોકોનાં જીવ પણ ગયા છે. Read More


Coronavirus: દુનિયાભરમાં 52,800થી વધું લોકોનાં મોત, 10 લાખથી વધું નોંધાયા કેસ
કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના કારણે દુનિયાભરમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સીએનબીસી દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ભારતીય સમય અનુસાર શુક્રવારે સવારે 5.16 વાગ્યા સુધી જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટી પ્રમાણે 10,11,000થી વધારે કોરોનાના કેસ અને વૈશ્વિકસ્તરે મોતનો આંકડો 52,800ને ઓળંગી ગયો છે. Read More


કોરોનાના કારણે મૃત્યુઆંક વધવાની આશંકાને પગલે આ દેશે 80 એકર જમીનમાં બનાવ્યું નવુ કબ્રસ્તાન
પડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે.પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૪૫૮ કેસ સામે આવ્યા છે, તો તેમાંથી ૩૫ લોકોના મોત પણ થયા છે. હજુ પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સિવાય મૃત્યુઆંક પણ વધવાની આશંકા સાથે પાકિસ્તાન સરકારે ઘણા વિસ્તારોમાં નવા ક્બ્રસ્તાન બનાવવાની કામગીરી શરૃ કરી દીધી. Read More


બેલ્ઝિયમની 90 વર્ષની કોરોના પોઝિટિવ મહિલાએ વેન્ટીલેટર લેવાની ના પાડી
બેલ્ઝિયમમાં 90 વર્ષની કોરોના પોઝિટિવ મહિલાનું સારવાર દરમિયાન હોસ્પીટલમાં વેન્ટીલેટર લેવાની ના પાડતા મોત થયું હતું. આ વૃધ્ધાએ મહિલા ડૉકટરને કહયું હતું કે પોતે ઘણું સારું જીવન જીવી લીધું હોવાથી વેન્ટીલેટર કોઇ યુવા દર્દી માટે બચાવીને રાખો, પ્રાપ્ત માહિતી અનુસાર બેલ્ઝિયમમાં લૂબેક પાસેના બિન્કોમમાં રહેતી સુઝાન હોયલર્ટસ નામની વૃધ્ધાને અશકિતની સાથે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. Read More


કોરોનાનો સામનો કરવા વર્લ્ડ બેંકે ભારત માટે 1 અબજ ડોલરના ફંડને મંજૂરી આપી
કોરોના વાઇરસ સામે લડવા માટે વર્લ્ડ બેંકે ભારત માટે એક અબજ ડોલરના ઇમરજન્સી ફંડને મંજૂરી આપી છે. વર્લ્ડ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે 25 દેશોની સહાય માટે 1.9 અબજ ડોલરનું પ્રથમ સહાય પેકેજ પણ જારી કરવામાં આવશે. Read More


આ દેશે ઊંદર પર કર્યું કોવિડ-19 વેક્સિનનું પરિક્ષણ
કોરોના વાઈરસના કાળો કેરમાં વિશ્વ સપડાયેલું છે. સમગ્ર વિશ્વમાં કોરોનાના સંક્રમિતોનો આંકડો 10 લાખને પાર થઈ ચુક્યો છે ત્યારે મેડિકલ સાઈન્સ પણ કોરોનાના માત આપવા દિવસ-રાત એક કરી દીધું છે ત્યારે સંશોધનકર્તાઓએ કોવિડ-19 માટે સંભવિત વેક્સિનનું ઊંદર પર ટ્રાયલ કર્યું છે. Read More


અર્થતંત્રની વૃધ્ધી 30 વર્ષનાં સૌથી નીચા સ્તરે પહોંચી શકે છે: ફિચ રેટિંગ્સ
ફિચ રેટિંગ્સએ એક નિવેદનમાં કહ્યું " ફિચને આ વર્ષે વૈશ્વિક મંદીની આશંકા છે અને માર્ચ 2021માં પુરા થઇ રહેલા આ નાણાકિય વર્ષમાં ભારતનાં વૃધ્ધીદરનું અનુમાન ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યું છે".  Read More


કોરોના સામેની લડાઇમાં 30 હજાર વોલન્ટિયર ડોક્ટર સેવા આપવા તૈયાર
સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે,તેવી સ્થિતીમાં આ રોગચાળા સામેનાં જંગમાં 30 હજાર વોલન્ટિયર ડોક્ટર પણ ઉતરવા માટે  તૈયાર છે. Read More


લોક ડાઉનના કારણે લોઅર મિડલ ક્લાસની હાલત કફોડીઃ પૈસા સાથે ધીરજ પણ ખુટી
કોરોનાના કારણે નવમા દિવસે સુરતમાં લોઅર મિડલ ક્લાસ વર્ગની હાલત કફોડી થઈ રહી છે. પૈસાવાળા લોકો પાસે બધુ છે અને ગરીબ લોકોને સરકાર અને સેવાભાવી સંસ્થાઓ પહોંચાડી રહી છે પરંતુ લોઅર મિડલ ક્લાસ પાસે અઠવાડિયાનું રાશન અને પૈસા હોય તેવા પાસે પૈસા અને રાશન ખલાસ થઈ જતાં હવે ધીરજ પણ ખુટી રહી છે. દાન કરનારા મોટા ભાગે ફોટા પાડતા હોવાથી આ લોકો દાન માટે લાઈનમા પણ ઉભા રહેતા અચકાઈ રહ્યાં છે.  Read More


કોરોના ઈફેક્ટ: કાર્બન ઉત્સર્જન ઓછુ થયું, શુદ્ધ થઈ પૃથ્વીની હવા

કોરોના વાઈરસના લીધે આપણી ધરતીને ફાયદો થઈ રહ્યો છે. ધરતી હવે વધારે સાફ હવામાં શ્વાસ લઈ રહી છે. 75 વર્ષ પહેલાં આપણી પૃથ્વી પર આવી સાફ હવા જોવા મળી હતી. આ પહેલાં બીજા વિશ્વ યુદ્ધ વખતે આટલી શુદ્ધ હવા થઈ હતી. વૈજ્ઞાનિકોને આશા છે કે બીજા વિશ્વ યુદ્ધ બાદ પહેલીવાર એવું થશે કે ધરતી પર કાર્બન ઉત્સર્જન ઓછું થઈ ગયું છે. Read More


કોરોના સામેની જંગમાં વિશ્વના આ 5 દેશ બન્યા ઉત્તમ ઉદાહરણ, જાણો શા માટે

વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે. તેની ચપેટમાં અત્યાર સુધીમાં 53 હજાર લોકો આવી ચુક્યા છે. તેમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે દુનિયાના વિકસિત દેશો પણ તેની ચપેટમાં આવી ગયા છે. આ વાયરસને દુનિયાના કેટલાક દેશોએ ખૂબ ગંભીરતાથી લીધી અને આજે આ દેશ વિશ્વભરના વિકસિત દેશો માટે પણ ઉદાહરણ સમાન બની ગયા છે. કયા કયા છે આ દેશ ચાલો જાણીએ.  Read More


કોરોનાનો અંધકાર દૂર કરવા 5 એપ્રિલે રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી દીવો પ્રગટાવીએ: PM મોદી

શુક્રવારે સવારે જારી કરાયેલા વીડિયો સંદેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મારા વ્હાલા દેશવાસીઓ, કોરોના વૈશ્વિક મહામારી વિરૂદ્ધ દેશવ્યાપી લોકડાઉનને આજે નવ દિવસ થઈ રહ્યા છે. આ દરમિયાન આપ સૌએ અનુશાસન અને સેવા ભાવનો પરિચય આપ્યો છે. શાસન-પ્રશાસન અને જનતા જનાર્દને આ સ્થિતિને સારી રીતે સંભાળી છે.  Read More


અમદાવાદમાં આજે નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી પાંચનું તબલીગી જમાતનું કનેક્શન ખુલ્યું

ગુજરાતમાં આજે કોરોનાના સાત નવા પોઝિટીવ કેસ નોંધાયા તેમાંથી પાંચ લોકોનું દિલ્હીના તબલીગી જમાતનું કનેક્શન સામે આવ્યું છે. આજે સવારે પ્રાથમિક તપાસમાં એક વ્યક્તિનું જ કનેક્શન સામે આવ્યું હતું. જોકે પુછપરછમાં તમામ લોકોનું કનેક્શન મળી આવ્યું હતું. Read More


બાળકને સ્તનપાન કરાવી શકે છે કોરોના પીડિત મા? શું કહ્યું WHO
સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાયા બાદ ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકને તાજેતરમાં જન્મ આપનારી મહિલાઓના મનમાં ઘણા સવાલ ચાલી રહ્યાં છે. શું આ જીવલેણ વાઇરસ માતા થકી બાળકના શરીરમાં દાખલ થઇ શકે છે? શું કોરોના સંક્રમિત મા બાળકને સ્તનપાન કરાવી શકે છે?  આવા ઘણા સવાલો તેમના મનમાં ચાલી રહ્યાં છે. આવો જાણીએ આ તમામ સવાલો પર WHOનું શું કહેવું છે. Read More

Gujarat