Get The App

Coronavirus: છેલ્લા 24 કલાકમાં 12નાં મોત અને 336 નવા કેસ, 647 કેસ જમાત સંબંધીત

Updated: Apr 3rd, 2020

GS TEAM

Google News
Google News
Coronavirus: છેલ્લા 24 કલાકમાં 12નાં મોત અને 336 નવા કેસ, 647 કેસ જમાત સંબંધીત 1 - image

નવી દિલ્હી, 3 એપ્રિલ 2020 શુક્રવાર

કોરોના વાયરસ રોગચાળાનું સંકટ સતત વધી રહ્યા છે, આરોગ્ય મંત્રાલય (Health Ministry)એ શુક્રવારે જણાવ્યું કે દેશમાં કોરોનાનાં 2301 કેસ નોંધાયા છે, 56 લોકોનાં જીવ પણ ગયા છે.

આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલ (Health Ministry Joint Secretary Lav Agarwal)એ જણાવ્યું કે તબલીગી જમાતનાં લોકોનાં કારણે દેશમાં છેલ્લા બે દિવસમાં 14 રાજ્યોનાં 647 દર્દીઓ સામે આવ્યા છે, છેલ્લા 12 કલાકમાં 12 મોતનો સંબંધ તબલીગી જમાત સાથે છે, અને આ દરમિયાન 336 નવા કેસ નોંધાયા છે.

24 કલાકમાં 8000 નમુનાનો ટેસ્ટ 

લવ અગ્રવાલે કહ્યું કે કોવિડ-19થી જોખમમાં આંકલન કરવામાં મદદરૂપ સરકારી મોબાઇલ એપને 30 લાખથી વધું લોકોએ ડાઉનલોડ કરી છે, કોરોના વાયરસ ચેપની જાણ મેળવવા માટે છેલ્લા 24 કલાકમાં 8 હજાર નમુનાનો ટેસ્ટ કરવામાં આવ્યો.

કોરોના વાયરસ ચેપની તપાસ માટે 182 લેબોરેટરી

ICMRનાં અધિકારીઓએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસ ચેપની તપાસ માટે 182 લેબોરેટરી છે, જેમાં 130 સરકારી છે, કેન્દ્રીય ગૃહ વિભાગે આરોગ્યકર્મીઓ સાથે કથિત રૂપથી દુર્વ્યવહાર કરી રહેલા લોકો વિરૂધ્ધ રાજ્યોને કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે.

Tags :