Get The App

અર્થતંત્રની વૃધ્ધી 30 વર્ષનાં સૌથી નીચા સ્તરે પહોંચી શકે છે: ફિચ રેટિંગ્સ

Updated: Apr 3rd, 2020

GS TEAM

Google News
Google News
અર્થતંત્રની વૃધ્ધી 30 વર્ષનાં સૌથી નીચા સ્તરે પહોંચી શકે છે: ફિચ રેટિંગ્સ 1 - image

નવી દિલ્હી, 3 એપ્રિલ 2020 શુક્રવાર

ફિચ રેટિંગ્સએ એક નિવેદનમાં કહ્યું " ફિચને આ વર્ષે વૈશ્વિક મંદીની આશંકા છે અને માર્ચ 2021માં પુરા થઇ રહેલા આ નાણાકિય વર્ષમાં ભારતનાં વૃધ્ધીદરનું અનુમાન ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યું છે". 

વિશ્વ વિખ્યાત રેટીંગ એજન્સી ફિચ રેટિંગ્સ (Fitch Ratings)એ શુક્રવારે કહ્યું કે તેણે ભારતનું આર્થિક વૃધ્ધીનું અનુમાન ઘટીને બે ટકા કર્યું છે.

જે 30 વર્ષનું સૌથી લઘુત્તમ સ્તર છે, પહેલા તેણે અનુમાન ઘટાડીને 5.1 કર્યું હતું, કોવિડ- 19 રોગચાળોનાં પગલે કરાયેલા લોકડાઉનનાં કારણે વૈશ્વિક અર્થતંત્ર મંદીની ઝપેટમાં આવી ગયું છે. જેની અસરથી ભારત પણ અળગું નથી.

આ પહેલા ફિચે દેશનું વૃધ્ધી અનુમાન ઘટાડીને 5.1 ટકા કર્યું હતું, જે હવે ઘટાડી દેવામાં આવ્યું છે, રાષ્ટ્રિય લોક વિત્ત સંસ્થાનનાં પ્રોફેસર એન આર ભાનુમુર્તીએ કહ્યું કે વર્તમાન બંધથી ભારતીય અર્થતંત્રની સ્થિતી વધું ખરાબ થશે, તેમણે કહ્યું કે આર્થિક સુંધારા બાદ ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ઓછી વૃધ્ધી હાંસલ કરી શકે છે.  

Tags :