For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાનો સામનો કરવા વર્લ્ડ બેંકે ભારત માટે 1 અબજ ડોલરના ફંડને મંજૂરી આપી

- વર્લ્ડ બેંકના બોર્ડ ઓફ એક્ઝિક્યૂટીવ ડાયરેક્ટરોની બેઠક પછી લેવાયેલો નિર્ણય

- પાકિસ્તાન માટે 20 કરોડ ડોલર, અફઘાનિસ્તાન માટે ૧૦ કરોડ ડોલર, માલ્દીવ્સ માટે 73 લાખ ડોલર ફાળવાયા

Updated: Apr 3rd, 2020

વોશિંગ્ટન, તા. 3 એપ્રિલ 2020, શુક્રવાર

કોરોના વાઇરસ સામે લડવા માટે વર્લ્ડ બેંકે ભારત માટે એક અબજ ડોલરના ઇમરજન્સી ફંડને મંજૂરી આપી છે. વર્લ્ડ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે 25 દેશોની સહાય માટે 1.9 અબજ ડોલરનું પ્રથમ સહાય પેકેજ પણ જારી કરવામાં આવશે.

વર્લ્ડ બેંક ભારતમાં એક અબજ ડોલરના ફંડમાંથી સ્ક્રીનિંગ, ટ્રેસિંગ, લેબોરેટરી ડાયગનોસ્ટિક્સ, સુરક્ષા ઉપકરણો ઉપલબ્ધ કરાવશે. વર્લ્ડ બેંકના બોર્ડ ઓફ એક્ઝિક્યૂટીવ ડાયરેક્ટરોની બેઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દક્ષિણ એશિયાના અન્ય દેશોની વાત કરીએ તો વર્લ્ડ બેંકે પાકિસ્તાન માટે 2૦ કરોડ ડોલર, અફઘાનિસ્તાન માટે 10 કરોડ ડોલર, માલ્દીવ્સ માટે 73 લાખ ડોલર અને શ્રીલંકા માટે 12.86 કરોડના ફંડને મંજૂરી આપી છે.

કોરોના મહામારીનો સામનો કરવા માટે વર્લ્ડ બેંક આગામી 15 મહિનામાં 160 અબજ ડોલર ખર્ચ કરશે. વર્લ્ડ બેંક વિશ્વના વિકસિત દેશોને પણ અપીલ કરી રહી છે કે તે આ મહામારીનો સામનો કરવા માટે વિશ્વના વિકાસશીલ દેશોની મદદ કરે.

વર્લ્ડ બેંક અફઘાનિસ્તાન માટે 10 કરોડ ડોલરનું ભંડોળ આપશે. આ ભંડોળનો ઉપયોગ કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા માટે કરવામાં આવશે.

Gujarat