For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આ દેશે ઊંદર પર કર્યું કોવિડ-19 વેક્સિનનું પરિક્ષણ

Updated: Apr 3rd, 2020

આ દેશે ઊંદર પર કર્યું કોવિડ-19 વેક્સિનનું પરિક્ષણ
નવી દિલ્હી, તા. 03 એપ્રીલ 2020, શુક્રવાર

કોરોના વાઈરસના કાળો કેરમાં વિશ્વ સપડાયેલું છે. સમગ્ર વિશ્વમાં કોરોનાના સંક્રમિતોનો આંકડો 10 લાખને પાર થઈ ચુક્યો છે ત્યારે મેડિકલ સાઈન્સ પણ કોરોનાના માત આપવા દિવસ-રાત એક કરી દીધું છે ત્યારે સંશોધનકર્તાઓએ કોવિડ-19 માટે સંભવિત વેક્સિનનું ઊંદર પર ટ્રાયલ કર્યું છે.

વાઈરસના પ્રભાવને નિષ્ક્રીય કરવા માટે જેટલી માત્રામાં આ વેક્સિન આપવું જોઈએ તેટલી જ માત્રામાં તેમણે ઊંદરમાં કોરોના વાઈરસ સામે રોગપ્રતિકારક ક્ષમતા વિકસિત કરી. રિસર્ચમાં જાણવા મળ્યું કે ઊંદરમાં જ્યારે વેક્સિન પિટ્સબર્ગ કોરોના વાઈરસ(પિટ્ટકોવેક)નું ટ્રાયલ કરવામાં આવ્યું તેણએ કોરોના વાઈરસ, સાર્સ સીઓવી-2ની વિરુદ્ધ ખુબ માત્રામાં એન્ટીબોડિઝ વિકસિત કરી, વેક્સિન આપ્યા બાદ બે અઠવાડિયામાં આ એન્ટિબંડિઝ બન્યા.

અમેરીકાની પિટ્સબર્ગ યૂનિવર્સિટીના સિનિયર સંશોધકર્તા એડ્રિયા ગામબોટ્ટોએ કહ્યું, અમે સાર્સ-સીઓવી પર 2003માં અને 2014માં એમઈઆરએસ-સીઓવી ટ્રાયલ કર્યું છે. સાર્સ-સીઓવી-2ની નજીકથી જોડાયેલા આ બે વાઈરસ બતાવે છે કે એક ખાસ પ્રોટિન જેને સ્પાઈક પ્રોટીન કહેવામાં આવે છે તેઓ વાઈરસની વિરુદ્ધ રોગ પ્રતિકારક ક્ષમતા ઊભી કરવા માટે જરૂરી છે.

તેમણે કહ્યું કે, અમને ખબર છે આ નવા વાઈરસ સામે ક્યાં લડવાની જરૂર છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, વર્તમાન રિસર્ચમાં વર્ણિત વેક્સિનમાં વધારે પ્રમાણિક વલણનું પાલન કરવામાં આવ્યું છે. જેમાં વાઈરસ પ્રોટીનની લેબ નિર્મિત ટુકાડાને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે કરવામાં આવ્યું છે.

તેમનું કહેવું છે કે જેમ ફ્લૂ માટે હજુ વેક્સિન આપવામાં આવે છે, આ વેક્સિન પણ બિલકુલ આ રીતે જ કામ કરે છે. આ રિસર્ચમાં સંશોધનકર્તાઓએ વેક્સિનના પ્રભાવ વધારવા માટે તેને આપવાની નવી રીત અપનાની છે, જેને મોઈક્રો નીડલ અરે કહેવામાં આવે છે.
Gujarat