કોરોના સામેની લડાઇમાં 30 હજાર વોલન્ટિયર ડોક્ટર સેવા આપવા તૈયાર
નવી દિલ્હી, 3 એપ્રિલ 2020 શુક્રવાર
સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે,તેવી સ્થિતીમાં આ રોગચાળા સામેનાં જંગમાં 30 હજાર વોલન્ટિયર ડોક્ટર પણ ઉતરવા માટે તૈયાર છે.
એક ઉચ્ચ અધિકારીનાં જણાવ્યા મુજબ સેવા નિવૃત સરકારી અધિકારી અને સેનામાં ડોક્ટરી સેવાઓ સહિત 30 હજારથી વધું ડોક્ટર વોલન્ટિયરે સરકારને COVID-19 રોગચાળા વિરૂધ્ધની લડાઇમાં પોતાની મદદ સ્વેચ્છાએ આપવાનું કહ્યું છે, કોરોનાનાં સામેનાં આ યુધ્ધમાં 30100 ડોક્ટર વોલન્ટિયર આગળ આવ્યા છે.
25 માર્ચે સરકારે કરી હતી અપિલ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુંસાર શુક્રવારે દેશમાં કોવિડ-19 કેસની સંખ્યા 2301 પહોંચી ગઇ છે, જ્યારે કે આ રોગચાળાથી 56 લોકોનાં મોત નિપજ્યા છે, 25 માર્ચે નિતી આયોગની વેબસાઇટ પર કરાયેલી પોસ્ટમાં કરાયેલા નિવેદનમાં સરકારે કહ્યું કે જે લોકો કોરોના વાયરસ વિરૂધ્ધની આ લડાઇમાં યોગદાન આપવા માંગે છે, અને દેશ સેવા કરવાનાં આ મહાન મિશનનો ભાગ બનવા માંગે છે, તે નિતિ આયોગની વેબસાઇટ પર આપેલી લીંક પર પોતાનું રજીસ્ટર કરાવી શકે છે.