Get The App

કોરોનાનો અંધકાર દૂર કરવા 5 એપ્રિલે રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી દીવો પ્રગટાવીએ: PM મોદી

- વડા પ્રધાન મોદીએ વીડિયો મેસેજથી દેશને સંબોધન કર્યુ

Updated: Apr 3rd, 2020

GS TEAM

Google News
Google News
કોરોનાનો અંધકાર દૂર કરવા 5 એપ્રિલે રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી દીવો પ્રગટાવીએ: PM મોદી 1 - image

નવી દિલ્હી, તા. 3 એપ્રિલ 2020 શુક્રવાર

- કોરોના વિશે પીએમ મોદીનો સંદેશ, જનતા કર્ફ્યુ દુનિયા માટે મિસાલ બન્યુ

- પીએમ મોદીએ વીડિયો સંદેશ પાઠવી દેશવાસીઓની કામગીરીને બિરદાવી

- કોરોના લૉકડાઉનમાં દેશવાસીઓએ અનુશાસન અને સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું

- કોરોનાનો અંધકાર દૂર કરીએ, 5 એપ્રિલે રાત્રે 9 મિનિટ સુધી દીવો પ્રગટાવીએ

- ચાલો સૌ ભેગા થઈને કોરોનાની મહામારીને હરાવીએ અને ભારતને વિજયી બનાવીએ

- 5 એપ્રિલે કોરોનાના અંધકારને પડકારી રાત્રે 9 વાગ્યે ઘરની તમામ લાઇટો બંધ કરીને 9 મિનિટ સુધી મીણબત્તી કે દિવો પ્રગટાવીએ
- આ પ્રકાશથી આપણે આપણા મનમાં સંકલ્પ કરીએ આપણે એકલા નથી.

- કોરોના અંધકાર અને અનિશ્ચિતતા ઊભી થઈ છે તેમાંથી દેશને પ્રકાશ તરફ લઈ જવાના છે.

શુક્રવારે સવારે જારી કરાયેલા વીડિયો સંદેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મારા વ્હાલા દેશવાસીઓ, કોરોના વૈશ્વિક મહામારી વિરૂદ્ધ દેશવ્યાપી લોકડાઉનને આજે નવ દિવસ થઈ રહ્યા છે. આ દરમિયાન આપ સૌએ અનુશાસન અને સેવા ભાવનો પરિચય આપ્યો છે. શાસન-પ્રશાસન અને જનતા જનાર્દને આ સ્થિતિને સારી રીતે સંભાળી છે. 

પીએમે કહ્યુ કે જે પ્રકારે 22 માર્ચ રવિવારના દિવસે કોરોના સામે લડાઈ લડનારા દરેકનો આભાર માન્યો તે પણ આજે દરેક દેશ માટે મિસાલ બની ગયો છે. આજે કેટલાક દેશ આને અનુસરી રહ્યા છે. જનતા કર્ફ્યુ દુનિયા માટે મિસાલ બન્યુ, જેનાથી એ સાબિત થયુ કે દેશ એકત્ર થઈને લડાઈ લડી શકે છે. 

કોરોના વાઈરસ વિરૂદ્ધ દેશની લડતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને એકવાર ફરી અપીલ કરી છે. શુક્રવારે સવારે પોતાના સંદેશમાં પીએમ મોદીએ કહ્યુ કે તેઓ 5 એપ્રિલ રવિવારે દેશવાસીઓની 9 મિનિટ ઈચ્છે છે.  વડાપ્રધાને કહ્યુ કે 5 એપ્રિલે રાત્રે નવ વાગે, નવ મિનિટ સુધી લોકો પોતાના ઘરની બહાર ન આવે અને દીવો, ટોર્ચ કે મીણબત્તી સળગાવે. પ્રકાશની આ તાકાતથી આપણે કોરોના વાઈરસના અંધકારને એકત્ર થઈને માત આપીશુ. 

કોરોનાની મહામારી વચ્ચે PM મોદીએ વીડિયો સંદેશથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ છે. વીડિયો સંદેશ દ્વારા દેશને નવો મેસેજ આપ્યો. અત્યારે દેશ મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યો છે. દેશમાં કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ થવાની તૈયારી છે. 

ગુરૂવારે વડાપ્રધાન મોદીએ પોતે ટ્વીટ કરીને તેની જાણકારી દેશને આપી હતી કે શુક્રવારે સવારે 9 વાગે તેઓ દેશને એક નાના વીડિયો સંદેશના માધ્યમથી સંબધિત કરશે. આ સંદેશમાં લોકોને કોરોનાથી બચવા માટે અપીલ કરાઈ.
Tags :