કોરોના સામેની જંગમાં વિશ્વના આ 5 દેશ બન્યા ઉત્તમ ઉદાહરણ, જાણો શા માટે
નવી દિલ્હી, 3 એપ્રિલ 2020, શુક્રવાર
વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે. તેની ચપેટમાં અત્યાર સુધીમાં 53 હજાર લોકો આવી ચુક્યા છે. તેમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે દુનિયાના વિકસિત દેશો પણ તેની ચપેટમાં આવી ગયા છે. આ વાયરસને દુનિયાના કેટલાક દેશોએ ખૂબ ગંભીરતાથી લીધી અને આજે આ દેશ વિશ્વભરના વિકસિત દેશો માટે પણ ઉદાહરણ સમાન બની ગયા છે. કયા કયા છે આ દેશ ચાલો જાણીએ.
ચીનમાં માર્ચના અંત સુધીમાં 3 લાખથી વધારે લોકોના ટેસ્ટ થયા. વુહાનમાં લોકડાઉનથી પહેલા 24 જાન્યુઆરીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ એક પોસ્ટ કરી હતી. હોંગકોંગની એક ટીમએ સાર્સની શોધ પર કામ કરેલું હતું તેણે પણ આમાં મદદ કરી. ચીન દુનિયામાં સૌથી વધારે કેમિકલ ઉત્પાદન કરે છે. દવા માટે કાચો માલ સૌથી વધુ ચીનમાં જ ઉત્પન્ન થાય છે. ભારતમાં જેનરિક દવા ઉત્પાદન થાય છે તેનો કાચો માલ ચીનથી જ આવે છે. તેવામાં ચીનએ કોરોના વાયરસની તપાસ માટે કિટ્સ બનાવવાનું ઝડપથી શરુ કર્યું.
જર્મની પણ આ વાતને સમજી ગયું અને તેણે આ સમસ્યા શરૂ થાય તે પહેલા જ તૈયારી કરી લીધી. જાન્યુઆરીની શરૂઆતમાં બર્લિનના વૈજ્ઞાનિક ઓલફર્ટ લૈંડ્ટએ પોતાની શોધમાં જાણ્યું કે આ વાયરસ સાર્સ જેવો જ છે અને તેના માટે ટેસ્ટિંગ કિટની જરૂર પડશે. તેમની પાસે કોઈ આધારભૂત સિક્કેંસ ન હતું પરંતુ તેમણે સાર્સને મળતી કીટ તૈયાર કરી લીધી. જર્મનીએ ચીન પહેલા આ કામ શરુ કરી દીધું. બ્રિટિશ સરકારએ પણ આ કિટને માન્યતા આપી દીધી. ફેબ્રુઆરીના અંત સુધીમાં ઓલફર્ટ અને તેની ટીમએ 40 લાખ કિટ બનાવી અને તૈયાર કરી. ત્યારબાદ જર્મનીમાં મોટી સંખ્યામાં ટેસ્ટ થવા લાગ્યા. જર્મનીમાં રોજ 12 હજાર લોકોનો ટેસ્ટ થતો.
દક્ષિણ કોરિયાએ પણ આ મામલે આક્રમકતા પહેલાથી જ રાખી. તેમણે પણ શરુઆતથી જ મોટી સંખ્યામાં લોકોના ટેસ્ટ કરવાનું શરુ કરી દીધું. વુહાનમાંથી શિક્ષા મેળવી અને દક્ષિણ કોરિયાએ રોજ 15 હજાર લોકોનું ટેસ્ટિંગ શરુ કરી દીધું. તેમણે લાખો ટેસ્ટ કિટ પણ બનાવી લીધી હતી. ટેસ્ટ કરવા માટે લોકો મોલમાં, પાર્કિંગમાં ફરતા અને લોકોના ટેસ્ટ કરી તેમના રિઝલ્ટ ફોનમાં પહોંચાડી આપતાં. તેના કારણે અહીં પણ કોરોનાનું સંક્રમણ કંટ્રોલમાં રહ્યું.
આઈસલેન્ડ નાનો પણ અમીર દેશ છે. કોરોના માટે અહીં પણ કોઈ ચૂક કરવામાં આવી નહીં. અહીં પણ ટેસ્ટીંગ શરુ થઈ ગયું અને કીટ પણ આબાદીના પર્યાપ્ત પ્રમાણમાં બનાવી લેવામાં આવી. આઈસલેન્ડના મહામારી વિશેષજ્ઞ થોરોલ્ફર ગુઆનસનએ બજ ફીડને કહ્યું હતું કે આઈલેન્ડની આબાદીના પ્રમાણમાં પુરતી કીટ તૈયાર થઈ ચુકી છે અને વાયરસને પણ નિયંત્રણમાં કરી શકાશે.
જર્મની પછી ઈટલીમાં કોરોના વાયરસની ટેસ્ટિંગ સૌથી વધુ થઈ અહીં બે લાખથી વધુ લોકોના ટેસ્ટ થયા પરંતુ તેમ છતાં ઈટલીમાં દુનિયાભરમાં સૌથી વધુ મોત નીપજ્યા. અહીં માર્ચના અંત સુધીમાં મૃત્ય દર 11 ટકા હતા. જ્યારે જર્મનીમાં માત્ર એક ટકા. દુનિયાભરમાં સૌથી ઓછો મૃત્યુ દર હતો ઈઝરાયલમાં અહીં 0.35 ટકા મૃત્યદર નોંધાયો હતો.
ઈટલીમાં ટેસ્ટ વધારે થયા પરંતુ ત્યાં મૃત્યદર વધવાનું કારણ અનેક બાબતોને સમજવામાં આવે છે. ઈટલીમાં જાપાન પછી સૌથી વધુ વૃદ્ધની આબાદી રહે છે. આ ઉપરાંત અહીં ઈનફ્લુએંઝાથી પીડિત લોકોની સંખ્યા પણ વધારે છે. તેમાં વાયરસ સરળતાથી ફેલાય છે. ઈટલીની સંસ્કૃતી પણ કોરોનાના સંક્રમણના ફેલાવા પાછળ જવાબદાર છે. ઈટલીમાં લોકો એકબીજાને વધારે મળતા રહે છે. તેના કારણે વાયરસ ઝડપથી ફેલાયો ઉપરાંત અહીં અભિવાદન પણ ગળે મળી કે ચુંબન કરી કરવામાં આવે છે. જ્યારે જાપાનમાં વૃદ્ધોની આબાદી છે પરંતુ અહીં લોકો એકાંત પ્રિય છે. તેથી સંક્રમણ વધારે ફેલાતું નથી.