Coronavirus: અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1169 લોકોનાં મોત, મૃત્યુંઆંક 5 હજારને પાર
નવી દિલ્હી, 3 એપ્રિલ 2020 શુક્રવાર
ચીનથી આખી દુનિયામાં ફેલાયેલો કોરોનાવાયરસ અમેરિકામાં હડકંપ મચી ગયો છે. અમેરીકામાં કોરોના વાયરસના ચેપથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે.
એએફપી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર અમેરિકામાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 1169 લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 2 લાખથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું કહેવાય છે.
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી (જેએચયુ) ના તાજેતરના અહેવાલ મુજબ, અમેરિકામાં કોરોનાથી ન્યૂયોર્ક સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે.
કોરોના વાયરસના વધતા જતા ચેપને જોતા ન્યુ યોર્કના ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોએ એમેરિકાના અન્ય ગવર્નરોને કોરોના વાયરસના રોગચાળાને પહોંચી વળવા તાત્કાલિક પગલા લેવા અપીલ કરી છે.
ન્યૂયોર્કના ગવર્નરનાં જણાવ્યા પ્રમાણે આ રોગચાળો ઝડપથી અન્ય શહેરોમાં કોરોના ચેપ ફેલાઇ શકે છે. અને અને તેના પગલે 16 હજારથી પણ વધુ લોકો મરી શકે છે.
અમેરિકા માટે બીજો મોટો પડકાર તેની નૌકાદળમાં કોરોના વાયરસનાં પ્રવેશરૂપે ઉભો થયો છે. અમેરિકન એરક્રાફ્ટ કેરિયર થિયોડર રૂઝવેલ્ટ પર 100 મરિન્સને કોરોનાને ચેપ લાગ્યો છે.
આને કારણે અમેરિકાએ જહાજમાંથી 3000 મરિન્સને બહાર કાઢીને તેમને ક્વોરેન્ટાઇનમાં રાખવાનો નિર્ણય લીધો છે. નૌકાદળનાં આ જવાનોને ગુઆમની હોટલોમાં અલગથી ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવશે.