Get The App

બાળકને સ્તનપાન કરાવી શકે છે કોરોના પીડિત મા? શું કહ્યું WHO

Updated: Apr 3rd, 2020

GS TEAM

Google News
Google News
બાળકને સ્તનપાન કરાવી શકે છે કોરોના પીડિત મા? શું કહ્યું WHO 1 - image

અમદાદ, તા. 3 એપ્રિલ 2020, શુક્રવાર

સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાયા બાદ ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકને તાજેતરમાં જન્મ આપનારી મહિલાઓના મનમાં ઘણા સવાલ ચાલી રહ્યાં છે. શું આ જીવલેણ વાઇરસ માતા થકી બાળકના શરીરમાં દાખલ થઇ શકે છે? શું કોરોના સંક્રમિત મા બાળકને સ્તનપાન કરાવી શકે છે?  આવા ઘણા સવાલો તેમના મનમાં ચાલી રહ્યાં છે. આવો જાણીએ આ તમામ સવાલો પર WHOનું શું કહેવું છે.

WHO અનુસાર કોરોના વાઇરસથી સંક્રમિત મહિલાઓ દ્વારા નવજાત બાળકને સ્તનપાન કરવાના કારણે ચેપ લાગ્યો હોય તેવા કોઇ કિસ્સા સામે આવ્યાં નથી. માટે જે મહિલાઓ બાળકને સ્તનપાન કરવા માગે છે તે કરાવી શકે છે. જોકે, માટે મહિલાઓ કેટલીક કાળજી રાખવી પડશે.

આ વાતનું રાખો ધ્યાન
1. માતા હંમેશા માસ્ક પહેરી રાખવું જોઇએ. આ ઉપરાંત શ્વાસ લેવામાં હાઇજીનના નિયમોનું પાલન કરવાનું રહેશે.
2. નવજાત બાળકને અડતા પહેલા અને બાદમાં હાથ જરુર ધોવા. આ નિયમનું પાલન દરેક વખતે કરવાનું રહેશે.
3. બાળકને લઇને ઘર કે હોસ્પિટલમાં તમે જ્યાં જાઓ છો ત્યાં સાફ-સફાઇનું ખાસ ધ્યાન રાખો.

શું સંક્રમિત માતાથી બાળકમાં ફેલાઇ શકે છે કોરોના?
સીડીસી (સેન્ટ્ર ફોસ ડિસીસ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન)ની એક રિપોર્ટમાં લખ્યું છે કે અત્યાર સુધીના કેસોમાં કોરોના વાઇરસથી પીડિત જે મહિલાઓએ નવજાત બાળકને જન્મ આપ્યા છે, તે બાળકોમાં કોરોના વાઇરસ જોવા મળ્યો નથી. સાથે જ માતાના દુધમાં પણ આ વાઇરસ જોવા નથી મળ્યો.

Tags :