અમદાવાદમાં આજે નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી પાંચનું તબલીગી જમાતનું કનેક્શન ખુલ્યું
- તબલીગી કનેક્શન ખુલતા વહિવટી તંત્ર સામે મોટો સવાલ, કેટલાને ચેપ લગાડ્યો
- લોકડાઉનનો સંપૂર્ણ અમલ કોરોનાનો આંક ઘટાડી શકે છે
- ગુજરાતમાં કોરોનાના 95 કેસ, હજુ 20 દિવસ ચેતજો
અમદાવાદ, તા. 3 એપ્રિલ 2020, શુક્રવાર
Update:
ગુજરાતમાં આજે કોરોનાના સાત નવા પોઝિટીવ કેસ નોંધાયા તેમાંથી પાંચ લોકોનું દિલ્હીના તબલીગી જમાતનું કનેક્શન સામે આવ્યું છે. આજે સવારે પ્રાથમિક તપાસમાં એક વ્યક્તિનું જ કનેક્શન સામે આવ્યું હતું. જોકે પુછપરછમાં તમામ લોકોનું કનેક્શન મળી આવ્યું હતું.
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેમાં તમામ કેસ અમદાવાદના છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે. જોકે, ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર એ છે કે કાલુપુર ભંડેરીની પોળના જે 4 કેસ પોઝિટીવ સામે આવ્યાં છે તેમાંથી એક 68 વર્ષીય વૃદ્ધની ટ્રાવેલ હિસ્ટ્રી દિલ્હીની મળી આવી છે.
દરમિયાન તાપાસ કરતા નિઝામુદ્દીન તબલીગી જમાતમાં સામેલ થયા હોવાનું ખુલ્યું છે. અમદાવાદ પોલીસ, રાજ્યનું સ્વાસ્થ્ય વિભાગ સાથે મળીને કામ કરી રહી છે. ગુજરાત પોલીસ અને એટીસએ અત્યાર સુધી 82 લોકોને આઇડન્ટીફાઇ કરી ચુક્યાં છે જ્યારે 68 લાપતા હજુ લાપતા છે તેમની શોધખોળ ચાલી રહીં છે.
હાલ કાલુપુર ભંડેરીપોળમાંથી જે ચાર પોઝિટીવ કેસ મળી આવ્યાં છે તેમને કાલુપુર દરવજા બહાર કોટની રાંગ પાસેની મસ્જીદમાં ક્વોરન્ટાઇન કરી બેસાડી દેવામાં આવ્યાં છે. અને તમામની સઘન પુછપરછ કરવામાં આવી રહીં છે. ગુજરાત એટીએસ અને પોલીસે સેન્ટ્રલ એજન્સીઓની પણ મદદ માગી છે.
બીજી તરફ આજે નવા નોંધાયેલા સાત પોઝિટીવ કેસમાંમાંથી બે કેસ બાપુનગરના છે અને બંને એક જ પરિવારના છે.
લોકડાઉનનો સંપૂર્ણ અમલ કોરોનાનો આંક ઘટાડી શકે છે
લોકો જો લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરે તો કોરોનાના કેસોને હજુય ઘટાડી શકાય તેમ છે. લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. જરૂર ન હોય તો ઘરની બહાર જવાનુ ટાળવુ. સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખો .રાજ્ય આરોગ્ય વિભાગ કોરોના વધુ પ્રસરે નહીં તે માટે શક્ય પ્રયાસો કરી રહી છે પણ તેમાં લોકોનો સહયોગ જનજાગૃતિ ય અતિજરૂરી છે.
ગુજરાતમાં કોરોનાના 95 કેસ
અમદાવાદ:38
સુરત:12
રાજકોટ: 10
વડોદરા:9
ગાંધીનગર:11
ભાવનગર :7
કચ્છ:1
મહેસાણા -1
ગીરસોમનાથ -2
પોરબંદર -3
પંચમહાલ-1
હજુ 20 દિવસ ચેતજો
- હજુ 20 દિવસ ચેતજો : 31 પોઝિટિવના સંપર્કના 686 લોકો ક્વોરન્ટીનમાં છે
- તંદુરસ્ત વ્યક્તિ માસ્ક ન પહેરે તેવું કહેનારી સરકારનો યુ ટર્ન, માસ્ક પહેરવો જ જોઈએ
- સરકારે માસ્ક મામલે હવે પંદર દિવસે યુ ટર્ન લીધો છે
- હજુ પણ અમદાવાદ શહેર માટે આગામી 20થી 25 દિવસ ખૂબ જ મહત્ત્વના