Corona: વિદેશથી આવેલા 960 તબલીગી જમાતીઓ વિરૂધ્ધ FIRનાં હુકમ
નવી દિલ્હી, 3 માર્ચ 2020 શુક્રવાર
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં પોલીસ વડા અને રાજ્યોનાં ડીજીપીને કહ્યું છે કે તે વિદેશથી આવેલા 960 તબલીગી જમાતઓ વિરૂધ્ધ એફઆઇઆર નોંધવાનું શરૂ કરે કેમ કે આ લોકો કોવિડ-19નાં કારણે જાહેર આરોગ્યની આ કટોકટીની સ્થિતીમાં લોકો માટે જોખમરૂપ છે.
ગૃહ મંત્રાલયએ ગુરૂવારે સાંજે રાજ્યોનાં 960 વિદેશીઓનાં વિઝા રદ્દ કરવા અને તેમને ફરીથી ભારતીય વિઝા પ્રાપ્ત કરતા રોકવા માટે કહ્યું છે, ગૃહ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર તે વિદેશી પર્યટક વીઝાનાં બળે દેશમાં દાખલ થયા હતાં, પરંતું પોતાના નિઝામુદ્દીન હેડક્વાર્ટરમાં તબલિગી પ્રવૃતીમાં લાગેલા હતાં, આ જમાતે કોરોના જેવા વાયરસનાં ફેલાવામાં મોટી ભુમિકા નિભાવી.
આરોગ્ય મંત્રાલયએ શુક્રવારે (3 એપ્રિલ) જણાવ્યું કે છેલ્લા દિવસોમાં દિલ્હી સ્થિત નિઝામુદ્દીન વિસ્તારમાં તબલિગી જમાતનાં ધાર્મિક આયોજનમાં ભાગ લેનારામાંથી અત્યાર સુંધીમાં 647 લોકોમાં કોરોના વાયરસ ચેપની પુષ્ટી થઇ ચુકી છે, આ લોકો 14 રાજ્યોનાં છે.