એર ઈન્ડિયાએ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફ્લાઈટની બુકિંગ 30 એપ્રીલ સુધી બંધ કરી
નવી દિલ્હી, તા. 03 એપ્રીલ 2020, શુક્રવાર
દેશભરમાં કોરોના વાઈરસના વધતા કેસો વચ્ચે સરકારે લોકડાઉનનું એલાન કર્યું છે. જેના લીધે પરિવાહનના તમામ સાધનો બંધ છે. આ વચ્ચે એર ઈન્ડિયાએ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફ્લાઈટનું બુકિંગ 30 એપ્રીલ સુધી બંધ કર્યું છે.
એર ઈન્ડિયાએ કહ્યું કે, તેમની ફ્લાઈટ માટે 30 એપ્રીલ સુધી બુકિંગ નહી થઈ શકે અને તેમાં ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ સામેલ હશે. એક ઈન્ડિયા પ્રમામે, તેઓ 14 એપ્રીલ બાદના નિર્ણયની રાહ જોઈએ છીએ.