For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 1 of lockdown: 21 દિવસના લોકડાઉનનો પહેલો દિવસ, સામાન ખરીદવા લોકો ઉમટ્યા

Updated: Mar 25th, 2020

Day 1 of lockdown: 21 દિવસના લોકડાઉનનો પહેલો દિવસ, સામાન ખરીદવા લોકો ઉમટ્યા
 
અમદાવાદ, તા. 25 એપ્રિલ 2020, બુધવાર

કોરોનાને 'લૉકઅપ' કરવા દેશમાં 21 દિવસનું લોકડાઉન, કોરોના એટલે કોઈ રોડ પર ના નીકળે : પીએમ
દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્તાહમાં બીજી વખત રાષ્ટ્રજોગ સંબોધન કરતાં મંગળવારે રાતથી જ સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને તેમના ઘરની બહાર લક્ષ્મણ રેખા દોરીને આગામી 21 દિવસ સુધી ઉલ્લંઘન નહીં કરવા સલાહ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ લોકડાઉન જનતા કરફ્યુ કરતાં વધુ કડક એવા કરફ્યુ સમાન છે અને તેનું ચુસ્તતા પૂર્વક પાલન કરવાનું રહેશે. કોરોના વાઈરસને અટકાવવા માટે આ કરફ્યુ ખૂબ જ જરૂરી છે તેમ મોદીએ વારંવાર જણાવ્યું હતું. Read More


21 દિવસના લોકડાઉનનો પહેલો દિવસ, સોશ્યલ ડિસ્ટન્સ રાખી જરૂરિયાતનો સામાન ખરીદવા ઉમટ્યા લોકો
સમગ્ર દુનિયામાં તબાહી મચાવનારા કોરોના વાયરસને રોકવા માટે ભારતમાં નિર્ણાયક લડત ચાલી રહી છે. PM મોદીએ મંગળવારે દેશને સંબોધિત કર્યો અને કડક નિર્ણય લેતા 21 દિવસનું લૉકડાઉનનું એલાન કર્યુ. આ દરમિયાન કોઈને પણ ઘરથી બહાર ના નીકળવાની અપીલ કરાઈ છે. જોકે જરૂરિયાતના સામાનની દુકાનો ખુલ્લી રહેશે. પીએમ મોદીના એલાન બાદથી જ રાશનની દુકાનો પર ભીડ જોવા મળી પરંતુ ગૃહ મંત્રાલયે આશ્વાસન આપ્યુ છે કે પેનિક કરવાની જરૂર નથી. Read More


ના લોકડાઉન, ના માર્કેટ બંધઃ જાણો દુનિયાના આ દેશે કોરોના પર કેવી રીતે કસી લગામ
કોરોનાના કહેરને રોકવા માટે દુનિયાના મોટાભાગના દેશો લોકડાઉનનો ઉપાય અજમાવી રહ્યા છે પણ દુનિયાનો એક દેશ એવો પણ છે જેણે લોકડાઉન કર્યા વગર કે બજારો બંધ કર્યા વગર કોરોનાના કહેર પર કાબૂ મેળવીને બતાવ્યો છે. Read More


તો મે મહિના સુધીમાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 13 લાખ થઈ શકે છે
ભારત સરકાર કોરોનાના વ્યાપને ત્રીજા સ્ટેજમાં પહોંચતો રોકવા માટે શક્ય હોય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે. ભારતમાં 21 દિવસનુ દેશવ્યાપી લોકડાઉન પણ જાહેર કરાયુ છે. Read More


દવા ભી, દુઆ ભી... લિજન્ડરી અભિનેતા દિલીપ કુમાર પણ લોકડાઉનના સમર્થનમાં
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર પણ પીએમ મોદીના લોકડાઉનના નિર્ણયના સમર્થનમાં આગળ આવ્યા છે. એક તરફ જાણીતા બોલીવૂડ સ્ટાર પણ 21 દિવસના લોકડાઉનનુ પાલન કરવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે ત્યારે કોરોનાના કારણે પહેલેથી જ જાતે આઈસોલોશનમાં જતા રહેલા બોલીવૂડના દંતકથા સમાન અભિનેતા દિલીપ કુમારે કહ્યુ છે કે, Read More


ઓટો સેક્ટર પર માર, 7.5 લાખ ગાડીઓનો પ્રોડક્શન લોસ, 2 અબજ ડોલરનુ નુકસાન થશે
કોરોનાના કારણે પહેલેથી જ મંદીનો સામનો કરી રહેલા ભારતના ઓટો સેક્ટરને બેવડો માર પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કોરોના વાયરસના કારણે તમામ ઓટો કંપનીઓએ કર્મચારીઓને રજા આપી દીધી છે અને પ્લાન્ટ બંધ કરી દીધા છે. આ સંજોગોમાં એકલા માર્ચ મહિનામાં જ 7.5 લાખ ગાડીઓનો પ્રોડક્શન લોસ થવાની સંભાવના છે. બીજી તરફ કુલ 2 અબજ ડોલરનો રેવેન્યૂ લોસ થઈ શકે છે. Read More


પટણાઃ મસ્જિદમાં છુપાયેલા 10 વિદેશીઓને પોલીસે બહાર કાઢી કોરોના ટેસ્ટ માટે મોકલ્યા
બિહારના પટણામાં એક મસ્જિદમાંથી પોલીસે 10 વિદેશીઓ સહિત 12 લોકોને અટકાયતમાં લીધા બાદ તેમને કોરોનાની તપાસ માટે એઈમ્સમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે, તેમાંથી કોઈને કોરોના પોઝિટિવ હોઈ શકે છે. પોલીસનુ કહેવુ છે કે, જે 10 વિદેશીઓ છે તે કિર્ગિસ્તાન નામના રશિયાને અડીને આવેલા દેશના ધાર્મિક ઉપદેશકો છે અને બીજા બે યુપીના રહેવાસી છે. Read More


પીએમ મોદીએ બોલાવેલી મંત્રીઓની બેઠકમાં પણ 'સોશ્યલ ડિસ્ટન્સિંગ'
કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લોકડાઉન વચ્ચે લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આ નિયમનુ પાલન પીએમ મોદી પણ કરી રહ્યા છે. બુધવારે પીએમ આવાસ પર બોલાવવામાં આવેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં પણ તમામ મંત્રીઓ એક બીજાથી એક મીટરનુ અંતર રાખીને બેઠા હતા. Read More


કોરોના ફેલાવવા બદલ અમેરિકાની કંપનીનો ચીન પર 20 અરબ ડોલરનો દાવો
દુનિયાભરમાં કોરોના વાયરસને ફેલાવવા બદલ અમેરિકાની એક કંપનીએ એક એનજીઓ સાથે મળીને ચીનની સરકાર પર 20 ખરબ ડોલરનુ વળતર માંગતો દાવો કરી દીધો છે. અમેરિકાની કંપની બઝ ફોટોઝ, સંસ્થા ફ્રીડમ વોચનો આરોપ છે કે, ચીને કોરોનાનો ઉપયોગ એક જૈવિક હથિયાર તરીકે કર્યો છે. Read More


લોકડાઉનના કારણે ભારતની ઈકોનોમીને વાગશે અધધ..120 અબજ ડોલરનો ફટકો
આંતરરાષ્ટ્રિય બેન્ક બાર્કલેઝ બેન્કે અનુમાન લગાવ્યુ છે કે, દેશવ્યાપી લોકડાઉનના કારણે ભારતના અર્થંત્રને 120 અબજ ડોલરનુ નુકસાન થશે. બેન્કના રિપોર્ટમાં કહેવાયુ છે કે, બદલાતી સ્થિતિઓને જોતા 2020ના કેલેન્ડર વર્ષમાં ભારતનો વિકાસ દર માત્ર 2.5 ટકા રહેશે. Read More


દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 582, 11ના મોત, 46 સાજા થયા
દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આજે બપોરે બાર વાગ્યા સુધીમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા આખા દેશમાં વધીને 582 થઈ છે. અત્યાર સુધીમાં આ વાયરસે દેશમાં 11 લોકોના ભોગ લીધા છે.  Read More


મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીત્યું હતું, કોરોના સામે 21 દિવસ લડી જીતનો પ્રયાસ છે: PM મોદી
કોરોના વાઈરસના સંક્રમણની સાયકલ તોડવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉન કરી દેવામાં આવ્યો છે. મહામારી કોરોના સામે સમગ્ર દેશ લડત લડવા તૈયાર છે ત્યારે વડાપ્રધાન મોદીએ આજે પોતાના મતવિસ્તાર વારાણસીના લોકોને સંબોધિત કર્યાં. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસીના લોકો સાથે વાતચીત કરી. Read More


દિલ્હીમાં લૉકડાઉનમાં જરૂરી સામાનની સપ્લાઈ માટે ઈ-પાસ સિસ્ટમ શરૂ
દિલ્હીમાં લૉકડાઉન દરમિયાન જરૂરી સામાનની સપ્લાઈ માટે ઈ-પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી તેની જાહેરાત કરી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, લૉકડાઉન દરમિયાન જરૂરી સામાનની સપ્લાઈમાં કોઈ કમી આવે નહી તે માટે પાસ સિસ્ટમ શરૂ કરી રહ્યાં છીએ. Read More


યોગી સરકારે પાન-મસાલાના ઉત્પાદન અને વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ
ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે સમગ્ર રાજ્યમાં પાન મસાલા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્ય સરકારે ઉત્તરપ્રદેશમાં પાન મસાલાના ઉત્પાદન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ આગામી આદેશ સુધી લગાવ્યો છે. ઉત્તરપ્રદેશના ઘણાં શહેરોમા પાન મસાલાનું મોટાપાયે ઉત્પાદન થાય છે જેમાં કાનપુર અને નોઈડા મુખ્ય છે. Read More


મુંબઈ પોલીસે 14 કરોડ રૂપિયાના માસ્ક સાથે ચાર આરોપીને પકડયા : 26 લાખ માસ્ક જપ્ત
કોરોના વાઈરસથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાયઝરનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે બજારમાં માસ્ક અને સેનિટાયઝર વધારે કિંમતના વેચવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. દરમિયાન મુંબઈ પોલીસે ટ્રકમાં ભરેલા 26 લાખ માસ્ક જપ્ત કરતા ખળભળાટ મચી ગયો હતો. Read More



Gujarat