દિલ્હીમાં લૉકડાઉનમાં જરૂરી સામાનની સપ્લાઈ માટે ઈ-પાસ સિસ્ટમ શરૂ
નવી દિલ્હી, તા. 25 માર્ચ 2020, બુધવાર
દિલ્હીમાં લૉકડાઉન દરમિયાન જરૂરી સામાનની સપ્લાઈ માટે ઈ-પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી તેની જાહેરાત કરી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, લૉકડાઉન દરમિયાન જરૂરી સામાનની સપ્લાઈમાં કોઈ કમી આવે નહી તે માટે પાસ સિસ્ટમ શરૂ કરી રહ્યાં છીએ. વ્હોટ્સ એપ પર જ તમારી પાસે આ ઈ-પાસ આવી જશે.
તેમણે કહ્યું કે, જે લોકો જરૂરી સેવાઓ સાથે જોડાયેલા છે તે તમામ લોકોને અમે પાસ આપીશું જેની પાસે ID છે તેઓ IDનો ઉપયોગ કરે, બાકી જેની પાસે ID નથી તેઓ ઈ-પાસનો ઉપયોગ કરે. ઈ-પાસ માટે 1031 પર ફોન કરો. આ જરૂરી સેવા માટે જોડાયેલા લોકો માટે છે. સામાન્ય લોકો માટે નથી. જે લોકો સ્થાનિક દુકાનેથઈ કિરાણાંનો સામાન ખરીદે છે તેમને તેની જરૂર નથી.