દવા ભી, દુઆ ભી... લિજન્ડરી અભિનેતા દિલીપ કુમાર પણ લોકડાઉનના સમર્થનમાં
નવી દિલ્હી, તા.25 માર્ચ 2020, બુધવાર
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર પણ પીએમ મોદીના લોકડાઉનના નિર્ણયના સમર્થનમાં આગળ આવ્યા છે.
એક તરફ જાણીતા બોલીવૂડ સ્ટાર પણ 21 દિવસના લોકડાઉનનુ પાલન કરવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે ત્યારે કોરોનાના કારણે પહેલેથી જ જાતે આઈસોલોશનમાં જતા રહેલા બોલીવૂડના દંતકથા સમાન અભિનેતા દિલીપ કુમારે કહ્યુ છે કે,
દવા ભી, દુઆ ભી
પહેલે કુછ ફાસલા ભી, વો કરીમ હૈ..વો રહીમ હૈ
ઓર વહી મુશ્કિલ કુશા ભી,
તમને બધાને મારી અપીલ છે કે, ઘરે જ રહો અને કોરોના વાયરસના કારણે અપાયેલા લોકડાઉનનુ પાલન પણ કરો..ભગવાન તમારુ ભલુ કરે.
Dawa bui, dua bhi
— Dilip Kumar (@TheDilipKumar) March 24, 2020
Pehle kuch faasla bhi
Woh kareem hai raheem hai
Aur wahi mushkil kusha bhi
My sincere appeal to all of you, #StayHome and obey the #CoronavirusLockdown. God bless us all.