Get The App

મુંબઈ પોલીસે 14 કરોડ રૂપિયાના માસ્ક સાથે ચાર આરોપીને પકડયા : 26 લાખ માસ્ક જપ્ત

- રાજ્યના ગૃહમંત્રી પણ પોલીસને મળ્યા : પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી

Updated: Mar 24th, 2020

GS TEAM

Google News
Google News
મુંબઈ પોલીસે 14 કરોડ રૂપિયાના માસ્ક સાથે ચાર આરોપીને પકડયા : 26 લાખ માસ્ક જપ્ત 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.24 માર્ચ, 2020, મંગળવાર

કોરોના વાઈરસથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાયઝરનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે બજારમાં માસ્ક અને સેનિટાયઝર વધારે કિંમતના વેચવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. દરમિયાન મુંબઈ પોલીસે ટ્રકમાં ભરેલા 26 લાખ માસ્ક જપ્ત કરતા ખળભળાટ મચી ગયો હતો.

બજારમાં આ માસ્કની કિંમત અંદાજે 14 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ બનાવની જાણ થતા રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પણ પોલીસની ટીમને કમિશનર પરમબિર સિંહ પણ હાજર હતા. પોલીસે કેસ નોંધી મામલાની વધુ તપાસ હાથધરી છે. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે અને તેમના ફરાર સાથીદારની શોધોખોળ કરવામાં આવી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીઓએ માહિતીના આધારે અંધેરી અને ભિવંડીમાં કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણ ટ્રકમાં ભરેલા 26 લાખ માસ્ક જપ્ત કર્યા હતા. આ ઘટના બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં ગયા હતા.

પોલીસે કેસ નોંધી આરોપી શાહરૂખ (ઉ.વ.23), ગુલામ મુર્તઝા (ઉ.વ.20), મિહીર (ઉ.વ.36), બાલાજી (ઉ.વ.36)ને પકડયા છે. તેમના બે સાથીદાર ફરાર છે. કોર્ટે ચાર આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

અગાઉ પણ આ ટોળકીએ લાખો રૂપિયાની કિંમતના માસ્ક બજારમાં વેચ્યા હોવાની માહિતી પોલીસને મળી છે. આ ગુનાના માસ્ટર માઈન્ડ કોણ છે અને તેઓ આ માસ્ક ક્યાંથી લાવ્યા હતા એની તપાસ શરૂ છે. હાલમાં બનવાટી અને ભેળસેળયુક્ત સેનિટાયઝર વેચવાના અનેક કેસ પ્રકાશમાં આવ્યા છે.

Tags :