Get The App

મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીત્યું હતું, કોરોના સામે 21 દિવસ લડી જીતનો પ્રયાસ છે: PM મોદી

- પોતાના મતવિસ્તાર વારાણસીના લોકો સાથે વડાપ્રધાન મોદીએ કરી વાતચીત

Updated: Mar 25th, 2020

GS TEAM

Google News
Google News
મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીત્યું હતું, કોરોના સામે 21 દિવસ લડી જીતનો પ્રયાસ છે: PM મોદી 1 - image

વારાણસી, તા. 25 માર્ચ 2020, બુધવાર

કોરોના વાઈરસના સંક્રમણની સાયકલ તોડવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉન કરી દેવામાં આવ્યો છે. મહામારી કોરોના સામે સમગ્ર દેશ લડત લડવા તૈયાર છે ત્યારે વડાપ્રધાન મોદીએ આજે પોતાના મતવિસ્તાર વારાણસીના લોકોને સંબોધિત કર્યાં. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસીના લોકો સાથે વાતચીત કરી. મહામારી કોરોના પર વાત કરતા તેમણે કહ્યું કે, મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીત્યું હતું, કોરોના સામે 21 દિવસમાં જીતનો પ્રયાસ છે.

તેમણે કહ્યું, મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતાયું હતું, આજે કોરોના વિરુદ્ધ જે યુદ્ધ સમગ્ર દેશ લડી રહ્યો છે તેમાં 21 દિવસ લાગવાના છે. અમારો પ્રયાસ છે કે તેને 21 દિવસમાં જીતી લેવામાં આવે. દેશને સંબોધિત કર્યા બાદ કાશીના લોકો સાથે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણ મહારથી, સારથી હતા. આજે 130 કરોડ લોકો માહારથીઓના દમ પર આપણે કોરોના વિરુદ્ધ  આ લડત જીતવાની છે. તેમાં કાશીવાસીઓની મોટી ભૂમિકા છે.

વડાપ્રધાને આ દરમિયાન હેલ્પલાઈન નંબરની જાણકારી આપી, જેમાં કોરોના સાથે જોડાયેલી સાચી જાણકારી માટે સરકારે WhatsApp સાથે મળીને એક હેલ્પડેસ્ટ પણ બનાવ્યું છે. જો તમારી પાસે WhatsAppની સુવિધા છે તો તમે આ નંબર 9013151515 પર નમસ્તે લખીને મોકલશો તો તમને યોગ્ય જવાબ મળવાનો શરૂ થઈ જશે.
Tags :