Get The App

21 દિવસના લોકડાઉનનો પહેલો દિવસ, સોશ્યલ ડિસ્ટન્સ રાખી જરૂરિયાતનો સામાન ખરીદવા ઉમટ્યા લોકો

Updated: Mar 25th, 2020

GS TEAM

Google News
Google News
21 દિવસના લોકડાઉનનો પહેલો દિવસ, સોશ્યલ ડિસ્ટન્સ રાખી જરૂરિયાતનો સામાન ખરીદવા ઉમટ્યા લોકો 1 - image

નવી દિલ્હી, તા. 25 માર્ચ 2020 બુધવાર

સમગ્ર દુનિયામાં તબાહી મચાવનારા કોરોના વાયરસને રોકવા માટે ભારતમાં નિર્ણાયક લડત ચાલી રહી છે. PM મોદીએ મંગળવારે દેશને સંબોધિત કર્યો અને કડક નિર્ણય લેતા 21 દિવસનું લૉકડાઉનનું એલાન કર્યુ.

આ દરમિયાન કોઈને પણ ઘરથી બહાર ના નીકળવાની અપીલ કરાઈ છે. જોકે જરૂરિયાતના સામાનની દુકાનો ખુલ્લી રહેશે. પીએમ મોદીના એલાન બાદથી જ રાશનની દુકાનો પર ભીડ જોવા મળી પરંતુ ગૃહ મંત્રાલયે આશ્વાસન આપ્યુ છે કે પેનિક કરવાની જરૂર નથી. 

નોઈડામાં શાકભાજીની દુકાનો પર સવારથી ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન લોકો દુકાનો પર સોશ્યલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી રહ્યા છે. 

જરૂરિયાતનો સામાન ખરીદવા ઉમટ્યા લોકો

લોકડાઉનના કારણે દેશના જુદા-જુદા ભાગોમાં લોકો જરૂરિયાતનો સામાન લેવા માટે બહાર નીકળી રહ્યા છે. દિલ્હીથી નોઈડામાં પણ લોકો સવારે શાકભાજી, દૂધ લેવા દુકાનોની બહાર જોવા મળ્યા.

ઘરે રહીને નમાજ પઢી

લોકડાઉનના કારણે જમ્મુ-કાશ્મીર પોલીસે તમામ ઈમામોને અપીલ કરી છે કે તે લોકોને ઘરે જ નમાજ પઢવા માટે કહે. લોકડાઉનના કારણે તમામ ધાર્મિક સ્થળોને પણ બંધ રાખવાનું કહ્યુ છે. જેથી એક સ્થળે ભીડ ના થાય.

વાયરસના કારણે દેશના કેટલાક મંદિર બંધ થઈ ગયા છે. દિલ્હીના મશહૂર ઝંડેવાલાન મંદિરને પણ આજે કોરોના વાયરસના કારણે બંધ કરાયુ છે.

Tags :