પીએમ મોદીએ બોલાવેલી મંત્રીઓની બેઠકમાં પણ 'સોશ્યલ ડિસ્ટન્સિંગ'
નવી દિલ્હી, તા.25 માર્ચ 2020, બુધવાર
કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લોકડાઉન વચ્ચે લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.
આ નિયમનુ પાલન પીએમ મોદી પણ કરી રહ્યા છે. બુધવારે પીએમ આવાસ પર બોલાવવામાં આવેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં પણ તમામ મંત્રીઓ એક બીજાથી એક મીટરનુ અંતર રાખીને બેઠા હતા.
કોરોના વાયરસ સાથે જોડાયેલા મુદ્દાઓની ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન તમામ મંત્રીઓને એક બીજાથી દુર બેસવા મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ મંગળવારે પોતાના સંબોધનમાં ફરી સોશ્યલ ડિસ્ટન્સિંગની વાત કરી હતી. જેની અસર દેશના અલગ અલગ વિસ્તારોમાં આજે સવારથી જોવા મળી હતી. ખાસ કરીને દુકાનો બહાર એક-એક મીટરના અંતરે સર્કલ બનાવીને ગ્રાહકોને તેમાં જ ઉભા રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.