નવી દિલ્હી, તા. 25. માર્ચ, 2020 બુધવાર
આંતરરાષ્ટ્રિય બેન્ક બાર્કલેઝ બેન્કે અનુમાન લગાવ્યુ છે કે, દેશવ્યાપી લોકડાઉનના કારણે ભારતના અર્થંત્રને 120 અબજ ડોલરનુ નુકસાન થશે.
બેન્કના રિપોર્ટમાં કહેવાયુ છે કે, બદલાતી સ્થિતિઓને જોતા 2020ના કેલેન્ડર વર્ષમાં ભારતનો વિકાસ દર માત્ર 2.5 ટકા રહેશે.જે અગાઉ 4.5 ટકા રહેવાનુ અનુમન હતુ.આ સાથે જ નાણાકીય વર્ષ 2020-21 માટે વિકાસ દરનુ અનુમાન ઘટાડીને 3.5 ટકા કરી દેવામાં આવ્યુ છે.
જોકે આગામી વર્ષે ગ્રોથ રેટમાં વધારાની આશા છે.બાર્કલેઝે 2021ના કેલેન્ડર વર્ષ માટે જીડીપીમાં 8.2 ટાકના ગ્રોથનુ અને નાણાકીય વર્ષ 2021-22 માટે 8 ટકાના ગ્રોથનો અંદાજ મુક્યો છે.
રિપોર્ટ પ્રમાણે લોકડાઉનના કારણે ભારતની ઈકોનોમીને 120 અબજ ડોલર જેટલુ નુકસાન થશે.જે જીડીપીના ચાર ટકા છે.જેમાંથી 90 અબજ ડોલરનુ નુકસાન લોકડાઉનનો સમય વધારવાના કારણે થશે.સ્વાભાવિક રીતે તેની અસર ગ્રોથ રેટ પર પણ પડશે.


