દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 582, 11ના મોત, 46 સાજા થયા
નવી દિલ્હી, તા.25 માર્ચ 2020, બુધવાર
દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આજે બપોરે બાર વાગ્યા સુધીમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા આખા દેશમાં વધીને 582 થઈ છે.
અત્યાર સુધીમાં આ વાયરસે દેશમાં 11 લોકોના ભોગ લીધા છે.46 લોકો સાજા પણ થયા છે. સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્ર અને કેરલમાં છે. મહારાષ્ટ્રમાં 112 અને કેરલમાં 105 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે.
આજથી દેશમાં લાગુ થયેલા 21 દિવસના લોકડાઉન વચ્ચે આખા દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ થકી તમામ અવર જવર પર રોક લગાવાઈ છે.
મહારાષ્ટ્રમાં સાંગલીમાં એક જ પરિવારના પાંચ સભ્યોને કોરોના થયો છે. ગુજરાતમાં દર્દીઓની સંખ્યા વધીને 38 થઈ છે. ગુજરાતમાં નવા ત્રણ કેસ ગઈકાલે સામે આવ્યા હતા.
કોરોનાના કારણે તામિલનાડુમાં આજે સવારે પહેલુ મોત થયુ છે.