પટણાઃ મસ્જિદમાં છુપાયેલા 10 વિદેશીઓને પોલીસે બહાર કાઢી કોરોના ટેસ્ટ માટે મોકલ્યા
પટણા, તા.25 માર્ચ 2020, બુધવાર
બિહારના પટણામાં એક મસ્જિદમાંથી પોલીસે 10 વિદેશીઓ સહિત 12 લોકોને અટકાયતમાં લીધા બાદ તેમને કોરોનાની તપાસ માટે એઈમ્સમાં મોકલી આપવામાં આવ્યા છે.
પોલીસને શંકા છે કે, તેમાંથી કોઈને કોરોના પોઝિટિવ હોઈ શકે છે. પોલીસનુ કહેવુ છે કે, જે 10 વિદેશીઓ છે તે કિર્ગિસ્તાન નામના રશિયાને અડીને આવેલા દેશના ધાર્મિક ઉપદેશકો છે અને બીજા બે યુપીના રહેવાસી છે.
પોલીસનુ કહેવુ હતુ કે, આ મસ્જિદ જે વિસ્તારમાં આવેલી છે ત્યાંની આસપાસના લોકોને આ શંકાસ્પદ વ્યક્તિઓ છુપાયેલા હોવાનુ ખબર પડી હતી. એ પછી લોકોએ હોબાળો મચાવ્યો હતો.જેના પગલે પોલીસે સ્થળ પર પહોંચીને આ લોકોને અટકાયતમાં લીધા હતા.
10 Kyrgyzstan nationals, 2 Indians detained in Patna over #coronavirus threat, sent to AIIMS for tests: Police. #COVIDー19
— Press Trust of India (@PTI_News) March 23, 2020