કોરોના ફેલાવવા બદલ અમેરિકાની કંપનીનો ચીન પર 20 અરબ ડોલરનો દાવો
વોશિંગ્ટન, તા.25 માર્ચ 2020, બુધવાર
દુનિયાભરમાં કોરોના વાયરસને ફેલાવવા બદલ અમેરિકાની એક કંપનીએ એક એનજીઓ સાથે મળીને ચીનની સરકાર પર 20 ખરબ ડોલરનુ વળતર માંગતો દાવો કરી દીધો છે.
અમેરિકાની કંપની બઝ ફોટોઝ, સંસ્થા ફ્રીડમ વોચનો આરોપ છે કે, ચીને કોરોનાનો ઉપયોગ એક જૈવિક હથિયાર તરીકે કર્યો છે. આ દાવામાં ચીનની સરકાર, ચીનની સેના, વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, વુહાન ઈન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર અને ચીનની સેનાના મેજર જનરલ શેન વેઈને આરોપી બનાવાયા છે.
પિટિશનમાં આરોલ ગાવાયો છે કે, ચીને અમેરિકાના નાગરિકોને મારવાની અને બીમાર કરવાનુ કાવતરુ રચ્યુ છે. વુહાન ટેકનોલોજી ઈન્સ્ટિટ્યુટે જાણી જોઈને આ વાયરસને છોડ્યો છે. જેથી દુનિયામાં મોટા પાયે લોકોને મારી શકાય. ચીને કોરોના વાયરસ અંગેની ઘણી જાણકારી રાષ્ટ્રિય સુરક્ષાના નામે બહાનુ બનાવીને છુપાવી છે.
જોકે ચીન પાસે જેટલી રકમનુ વળતર માંગવામાં આવ્યુ છે તેટલુ તો ચીનનુ કુલ ઘરેલુ ઉત્પાદન પણ નથી.