For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 17 of lockdown: શું મુંબઇ બીજુ વુહાન બનશે? એક જ દિવસમાં 218 કેસ, 10નાં મોત

Updated: Apr 10th, 2020

Day 17 of lockdown: શું મુંબઇ બીજુ વુહાન બનશે? એક જ દિવસમાં 218 કેસ, 10નાં મોતઅમદાવાદ, તા. 10 એપ્રિલ 2020, શુક્રવાર

મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈની કોરોના વાયરસે હાલત ખરાબ કરી દીધી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈની સ્થિતિ ધીરે-ધીરે ચીનના વુહાન જેવી થવા લાગી છે. શુક્રવારે એક જ દિવસમાં માત્ર મુંબઈમાં કોરોનાના 218 કેસ સામે આવ્યા છે. સાથે જ કોરોનાના 10 દર્દીઓના મોત થયા છે. મુંબઈ શહેરમાં જ અત્યાર સુધીમાં કુલ 64 લોકોના કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે. Read More...


Covid-19: સચિન ફરી એક વખત મદદ માટે આગળ આવ્યો, ગરીબોને આ રીતે કરશે મદદ
કોવિડ-19 મહામારી વિરુદ્ધની લડાઈમાં તમામ હસ્તીઓ મદદ માટે આગળ આવી રહી છે. આ ક્રમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 50 લાખ રૂપિયાની મદદ કરી હતી. તેણે પ્રધાનમંત્રી રિલીઝ ફંડ અને ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં 25-25 રૂપિયા ડોનેટ કર્યા હતા. Read More...


ઓડિસા, પંજાબ બાદ હવે રાજસ્થાનમાં પણ લોકડાઉન 30 એપ્રિલ સુંધી વધારાયું
વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે ઓડિશા અને પંજાબ બાદ હવે રાજસ્થાન સરકારે પણ લોકડાઉન અને કર્ફયુની સમયાવધી 14 એપ્રિલથી વધારીને હવે 30 એપ્રિલ કરી છે. Read More...


ભારતમાં કોરોના ફેલાવવા માટે સરહદ પારથી મોકલવામાં આવ્યા 40-50 પોઝિટિવ લોકો
ભારતનાં કોરોના વાયરસનાં સંક્રમણને રોકવા માટે જોરદાર પ્રયત્નો થયા છે, પરંતું દેશનાં દુશ્મન નહીં ઇચ્છે કે આ બિમારીનો કહેર થંભી જાય. Read More...


PMના માતા હીરાબા એ 25000 આપ્યા બાદ વધુ એક હીરાબાએ પોતાની પેન્શન બચતના 30 હજાર આપ્યા
તાજેતરમાં વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ તેમની બચત માંથી 25000 રૂપિયા કોરોના માટે પીએમ કેર્સ ફંડ માં આપ્યા છે ત્યારે રાજ્યમાંથી વધુ એક હીરાબાએ તેમની પેન્શન બચત માંથી 30 હજાર રૂપિયા સીએમ રાહત ફંડ માં આપ્યા છે. Read More...


ઓડિસા બાદ પંજાબમાં પણ લોકડાઉન 30 એપ્રિલ સુંધી વધારાયું
વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે પંજાબમાં પણ લોકડાઉન અને કર્ફયુની સમયાવધી વધારીને 30 એપ્રિલ કરવામાં આવી છે. Read More...


લોકડાઉનમાં ઝઘડો થાય અને નારાજ હોય પત્ની તો આ 5 ટિપ્સ મનાવવામાં કરશે મદદ
આમ તો દરેક પતિ પત્ની વચ્ચે અઢળક પ્રેમ હોય છે પરંતુ ક્યારેક ક્યારેક નાની વાતમાં ઝઘડો પણ થઈ જાય છે. તેમાં પણ હાલના લોકડાઉનના સમયમાં ઝઘડો થવો સામાન્ય વાત થઈ ચુકી છે. તેવામાં જો પત્ની રીસાઈ જાય તો તેને મનાવવી કેવી રીતે તે પણ પ્રશ્ન હોય છે. તો ચાલો તમને જણાવીએ કે રીસાયેલી પત્નીને કેવી રીતે મનાવવી. Read More...


તાત્કાલિક લોકડાઉન લાગુ ના થાત તો દેશમાં કોરોનાના 8 લાખ દર્દીઓ હોત
ICMR(ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ)ના એક સંશોધનમાં ખુલાસો થયો છે કે, તરત જ લોકડાઉન લાગુ કરવાનુ સરકારનુ પગલુ દેશના લોકો માટે બહુ ફાયદાકારક પૂરવાર થયુ છે. Read More...


સેનિટાઈઝેશન કરવા ગયેલા કર્મચારીઓ પર અગાસી પરથી થૂંકવા માંડ્યા લોકો

કોરોનાના કહેર વચ્ચે ડોકટરો અને પોલીસને ટાર્ગેટ બનાવવાની ઘટનાઓ બની ચુકી છે. હવે ઝારખંડના રાંચીમાં સફાઈ સેવકોને ટાર્ગેટ બનાવીને કેટલાકે પોતાની વિકૃત માનસિકતા છતી કરી છે. રાંચીના હિંદપીઢી વિસ્તારમાં પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા બાદ આ વિસ્તારમાં સફાઈ સેવકોની એક ટીમ સેનિટાઈઝેશન માટે ગુરુવારે પહોંચી હતી. Read More...


પીએમ મોદીને વ્હાઈટ હાઉસે ટ્વિટર પર ફોલો કર્યા, દુનિયાના એક માત્ર નેતા
કોરોનાના સંકટ સામે ઝઝૂમી રહેલા અમેરિકાને ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વીન સપ્લાય કરવાની મંજૂરી આપ્યા બાદ ભારત અને અમેરિકાના સબંધોમાં આગામી સમયમાં વધારે નિકટતતા જોવા મળી શકે છે. Read More...


કોરોનાનો ડર, રસ્તા પર પડેલી 2000ની ચલણી નોટો કોઈ લેવા તૈયાર નહોતુ
કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ તેમ ડર અને ગભરાટનો માહોલ પણ વધી રહ્યો છે. એટલે સુધી કે રસ્તા પર પડેલી ચલણી નોટો પણ ઉઠાવવા માટે તૈયાર નથી. Read More...


અમેરિકામાં છિંક ખાવાની ધમકી આપનારા શખ્સ પર આતંક ફેલાવવાનો કેસ નોંધવામાં આવ્યો ?
કોરોના વાયરસનો ગઢ બની ગયેલા અમેરિકામાં સાડા ચાર લાખથી વધુ લોકો ભોગ બન્યા છે અને 16697 લોકોના મોત થયા છે હજુ પણ સંક્રમણ અને મોતનો આંકડા સતત વધતો જાય છે. કોરોના વાયરસ સંક્રમણ ધરાવતી વ્યકિતના ખાંસવાથી અને છીંકવાથી ફેલાય છે. Read More...


લોકડાઉનમાં મહિલાનુ પરાક્રમ, પુત્રને પાછો લાવવા 1400 કિમી સ્કૂટી ચલાવ્યુ
કોરોના વાયરસના પગલે દેશવ્યાપી લોકડાઉન વચ્ચે પણ તેલંગાણાની એક મહિલાએ પોતાના પુત્રને ઘરે લાવવા માટે 1400 કિમી સ્કૂટી ચલાવવાનુ પરાક્રમ કર્યુ હતુ. Read More...


રામાયણ વાંચતા-વાંચતા 'સુગ્રીવ'નુ નિધન, લોકડાઉનના કારણે અસ્થિ વિસર્જન અટવાયુ
ભારતના ટેલિવિઝન ઈતિહાસમાં સૌથી સફળ સિરિયલ ગણાતી રામાયણમાં સુગ્રીવ અને વાલીનો રોલ ભજવનાર શ્યામ સુંદરનુ કેન્સરના કારણે મોત થયુ છે. Read More...


એશિયાના સૌથી મોટા સ્લેમ વિસ્તાર ધારાવીમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 22 થઇ
ધારાવીનું નામ પડે એટલે તરત જ માનસપટ પર મુંબઇમાં આવેલો એશિયાનો સૌથી મોટો સ્લમ વિસ્તાર યાદ આવે છે. 613 હેકટર વિસ્તારમાં ફેલાયેલા આ સ્થળે 15 લાખ લોકો વસવાટ કરે છે જેમાંના મજૂરો, મહેનતું અને નાના કારોબારીનો સમાવેશ થાય છે. 1 એપ્રિલના રોજ ધારાવી સ્લમ એરિયામાં 56 વર્ષની વ્યકિતને કોરોના સંક્રમણ થયું હોવાનો પ્રથમ કેસ નોંધાયો હતો. Read More...


કોરોનાનો કહેર: અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1783ના મોત
મહાસત્તા અમેરિકામાં કોરોના કાળ બનીને તૂટી પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 1783 લોકોના મોત નીપજ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આકડો છે. અને અત્યાર સુધીમાં કુલ 16 હજાર લોકો અમેરિકામાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જે લોકોના મોત થયા છે તે પૈકી 11 ભારતીય પણ હતા જેમણે પોતાનો જીવ ગુમાવ્યો. Read More...

Gujarat