તાત્કાલિક લોકડાઉન લાગુ ના થાત તો દેશમાં કોરોનાના 8 લાખ દર્દીઓ હોત
નવી દિલ્હી, તા.10 એપ્રિલ 2020, શુક્રવાર
ICMR(ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ)ના એક સંશોધનમાં ખુલાસો થયો છે કે, તરત જ લોકડાઉન લાગુ કરવાનુ સરકારનુ પગલુ દેશના લોકો માટે બહુ ફાયદાકારક પૂરવાર થયુ છે.
આ સંશોધન પ્રમાણે સરકારે જો તાત્કાલિક લોકડાઉન લાગુ ના કર્યુ હોત તો દેશમાં 8.20 લાખ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા હોત અને દેશ મોટી મુસિબતમાં ફસાઈ શક્યો હોત.
લોકડાઉન લાગુ કર્યા બાદ પણ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગુરુવારે જ દેશમાં 809 દર્દીઓ સામે આવ્યા હતા.હવે દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 6825 થઈ ચુકી છે. બીજી તરફ 237 લોકોના અલગ અલગ રાજ્યોમાં મોત પણ થઈ ચુક્યા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 1385 દર્દીઓના નોંધાયા છે. જ્યારે તામિલાનાડુમાં કોરોનાના 834 કેસ સામે આવી ચુક્યા છે.