Get The App

Covid-19: સચિન ફરી એક વખત મદદ માટે આગળ આવ્યો, ગરીબોને આ રીતે કરશે મદદ

Updated: Apr 10th, 2020

GS TEAM

Google News
Google News
Covid-19: સચિન ફરી એક વખત મદદ માટે આગળ આવ્યો, ગરીબોને આ રીતે કરશે મદદ 1 - image

મુંબઈ, 10 એપ્રિલ 2020 શુક્રવાર

કોવિડ-19 મહામારી વિરુદ્ધની લડાઈમાં તમામ હસ્તીઓ મદદ માટે આગળ આવી રહી છે. આ ક્રમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 50 લાખ રૂપિયાની મદદ કરી હતી. તેણે પ્રધાનમંત્રી રિલીઝ ફંડ અને ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં 25-25 રૂપિયા ડોનેટ કર્યા હતા.

હવે તેણે ફરી એકવાર જરૂરિયાતમંદોની મદદ કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. સચિને હવે એક મહિનામાં પાંચ હજાર લોકોને જમાડવાનો નિર્ણય લીધો છે. એક NGO અપનાલયે આ વિશે ટ્વીટ કરીને જાણકારી આપી છે.

સંસ્થાએ સચિનનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે, ‘અપનાલયની મદદ કરવા માટે આભાર સચિન તેંડલકર. અપનાલય આ લૉકડાઉન દરમિયાન સૌથી વધુ મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા લોકોની મદદ કરે છે.

તે એક મહિનામાં આશરે 5000 લોકોના કરિયાણાની જવાબદારી લેશે.’ સચિન મુંબઇનાં શિવાજી નગર અને ગોવાંડી વિસ્તારમાં 5 હજાર લોકોને એક મહિના સુંધી કરીયાણું આપશે.

સચિને અપનાલયનાં ટ્વીટનો જવાબ આપતા કહ્યું  કે "અપનાલયને શુભકામનાઓ અને જરૂરીયાતવાળા લોકો માટે પોતાનું કામ ચાલું રાખો".

Tags :