પીએમ મોદીને વ્હાઈટ હાઉસે ટ્વિટર પર ફોલો કર્યા, દુનિયાના એક માત્ર નેતા
નવી દિલ્હી, તા.10 એપ્રિલ 2020, શુક્રવાર
કોરોનાના સંકટ સામે ઝઝૂમી રહેલા અમેરિકાને ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વીન સપ્લાય કરવાની મંજૂરી આપ્યા બાદ ભારત અને અમેરિકાના સબંધોમાં આગામી સમયમાં વધારે નિકટતતા જોવા મળી શકે છે.
જેમ કે હવે અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસ સ્થાને વ્હાઈટ હાઉસે પીએમ નરેન્દ્ર મોદીને ટ્વિટર પર ફોલો કર્યા છે. પીએમ મોદી દુનિયાના એક માત્ર એવા નેતા બન્યા છે જેમને વ્હાઈટ હાઉસ ફોલો કરી રહ્યુ છે. સાથે સાથે પીએમઓ અને રાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલને પણ વ્હાઈટ હાઉસ ફોલો કરી રહ્યુ છે.
વ્હાઈટ હાઉસ માત્ર 19 એકાઉન્ટ ફોલો કરી રહ્યુ છે.આ પૈકીના 16 એકાઉન્ટ અમેરિકાના છે. જ્યારે બાકીના 3 ટ્વિટર હેન્ડલ ભારતીય છે.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા સપ્લાય કરવા બદલ પીએમ મોદીનો આભાર માનીને એમ પણ કહ્યુ હતુ કે, અમેરિકા આ મદદ નહી ભુલે.