Get The App

શું મુંબઇની સ્થિતિ ચીનનાં વુહાન જેવી થશે?, શહેરમાં એક જ દિવસમાં 218 કેસ, 10નાં મોત

Updated: Apr 10th, 2020

GS TEAM

Google News
Google News
શું મુંબઇની સ્થિતિ ચીનનાં વુહાન જેવી થશે?, શહેરમાં એક જ દિવસમાં 218 કેસ, 10નાં મોત 1 - image

મુંબઈ, 10 એપ્રિલ 2020 શુક્રવાર

મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈની કોરોના વાયરસે હાલત ખરાબ કરી દીધી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈની સ્થિતિ ધીરે-ધીરે ચીનના વુહાન જેવી થવા લાગી છે.

શુક્રવારે એક જ દિવસમાં માત્ર મુંબઈમાં કોરોનાના 218 કેસ સામે આવ્યા છે. સાથે જ કોરોનાના 10 દર્દીઓના મોત થયા છે. મુંબઈ શહેરમાં જ અત્યાર સુધીમાં કુલ 64 લોકોના કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે.

બૃહદમુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)એ શુક્રવારે જણાવ્યું કે, શુક્રવારે કુલ 218 દર્દીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારે મુંબઈમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 993 થઈ ગઈ છે.

મુંબઈમાં કોરોનાથી અત્યાર સુધીમાં 64 લોકોના મોત થઈ ચૂક્યા છે. શુક્રવારે જ મુંબઈમાં 10 લોકોના મોત થયા છે. તો, ચાર લોકો શુક્રવારે સાજા થયા હતા. મુંબઈમાં કોરોનાને પગલે સાજા થયેલા કુલ લોકોની સંખ્યા 69 થઈ ચૂકી છે.

મુંબઈમાં કોરોનાની સ્થિતિ એવી છે કે એક તરફ ઝૂંપડાઓ ધરાવતા ધારાવીમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર ‘માતોશ્રી’ની પાસે એક ચાવાળો પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાઓ બાદ ‘માતોશ્રી’ની આસપાસના વિસ્તારોને સંપૂર્ણ રીતે સેનિટાઈઝ કરાયા. બીજી તરફ, ધારાવીમાં બધી દુકાનો બંધ કરી દેવાઈ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 30 હજારથી વધુ લોકોના સેમ્પલનું લેબ ચેકિંગ થઈ ચૂક્યું છે. તેમાંથી 28,865 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અત્યાર સુધી 1380 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

રિકવરી બાદ 125 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયું છે. તો, 35,533 લોકોને હોમ ક્વાન્ટીન કરાયા છે, જ્યારે 4731 લોકો ઈન્સ્ટિટ્યૂશનલ ક્વારન્ટીન છે.

કેન્દ્ર સરકારના આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 6,761 દર્દીઓની પુષ્ટી થઈ ચૂકી છે, જ્યારે 206 લોકો આ ખતરનાક વાયરસથી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોનાએ સૌથી વધુ કહેર મહારાષ્ટ્રમાં વરસાવ્યો છે.

જ્યાં કોવિડ-19થી મૃતકોની સંખ્યા 97 સુધી પહોંચી ચૂકી છે, જે સમગ્ર દેશમાં થયેલા મૃત્યુઓથી લગભગ-લગભગ અડધી છે. મહારાષ્ટ્રમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા દોઢ હજારની આસપાસ પહોંચી ગઈ છે.

Tags :