Get The App

ભારતમાં કોરોના ફેલાવવા માટે સરહદ પારથી મોકલવામાં આવ્યા 40-50 પોઝિટિવ લોકો

Updated: Apr 10th, 2020

GS TEAM

Google News
Google News
ભારતમાં કોરોના ફેલાવવા માટે સરહદ પારથી મોકલવામાં આવ્યા 40-50 પોઝિટિવ લોકો 1 - image

નવી દિલ્હી,10 એપ્રિલ 2020 શુક્રવાર

ભારતનાં કોરોના વાયરસનાં સંક્રમણને રોકવા માટે જોરદાર પ્રયત્નો થયા છે, પરંતું દેશનાં દુશ્મન નહીં ઇચ્છે કે આ બિમારીનો કહેર થંભી જાય.

સીમા સુરક્ષા બળ(SSB) થી મળેલા ઇનપુટ્સનાં આધાર પર પશ્ચિમ ચંપારણનાં ડીએમ ચંદન કુમારએ જીલ્લાનાં એસપીને પત્ર લખીને એલર્ટ કર્યા છે, કે નેપાળનાં એક સમુદાયએ એક સમુદાય વિશેષનાં લગભગ 40-50 શંકાસ્પદ લોકો ભારતીય સીમામાં કોરોના વાયરસ ફેલાવાનાં બદઇરાદા સાથે ઘુસ્યા છે.

ભારતમાં કોરોના ફેલાવવા માટે સરહદ પારથી મોકલવામાં આવ્યા 40-50 પોઝિટિવ લોકો 2 - imageજો કે, 3 એપ્રિલનાં દિવસે SSBનાં પશ્ચિમ ચંપારણનાં ડીએમએ ગુપ્ત પત્ર મોકલીને સુચના આપી છે, કે નેપાળનાં પારસ જીલ્લાનાં એક શખશ જાલિમ મુખિયા ભારતમાં કોરોના વાયરસ ફેલાવાનું ષડયંત્ર રચી રહ્યા છે, આ શખશ ભારતમાં ગેરકાયદેસર હથિયારોની તસ્કરીમાં પણ શામેલ છે.

ત્યાર બાદ ડીએમ કુંદન કુમારે એસપીએ પત્ર લખીને એલર્ટ કર્યા છે કે નેપાળમા પારસા જીલ્લાનાં સેરવા થાણાનાં જાનકી ટોલ પોસ્ટ ઓફિસ અનુસાર જગનાથપુર ગામનાં રહેવાસી જાલિમ મુખિયા ભારતમાં કોરોના રોગચાળો ફેલાવાની યોજના બનાવી રહ્યા છે.

ડીએમએ પોતાના પત્રમાં ચેતવણી આપતા લખ્યું છે કે 40થી 50 લોકો એક ખાસ સમુદાયનાં નાગરિકોને ભારતમાં આવવની સુચના છે, તેમણે એસપીને અનુરોધ કર્યો છે, કે ભારત-નેપાળ સરહદ પર સાવધાની રાખવામાં આવે અને કોઇ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃતી પર નજર રાખવામાં આવે. 

ડીએમનો આ પત્ર મિડિયામાં આવ્યા બાદ રાજ્યનાં વિશેષ સચિવ આમિર સુબહાનીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે "SSBએ નથી કહ્યું કે નેપાળથી લોકો ઘુશણખોરી કરવા આવ્યા છે.

SSBએ આ બાબતને લઇને આશંકા વ્યક્ત કરી છે, અમે પોલીસને એલર્ટ કરી  દીધી છે, અને આ સંબંધમાં કેન્દ્રીય ગૃહપ્રધાનને જાણકારી આપવામાં આવી છે," સુબહાનીએ કહ્યું કે કોઇને પણ અમારી સરહદમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. 

Tags :