ઓડિસા, પંજાબ બાદ હવે રાજસ્થાનમાં પણ લોકડાઉન 30 એપ્રિલ સુંધી વધારાયું
નવી દિલ્હી, 10 એપ્રિલ 2020 શુક્રવાર
વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે ઓડિશા અને પંજાબ બાદ હવે રાજસ્થાન સરકારે પણ લોકડાઉન અને કર્ફયુની સમયાવધી 14 એપ્રિલથી વધારીને હવે 30 એપ્રિલ કરી છે.
રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગહેલોતે એસીએમની અધ્યક્ષતાવાળી ટાસ્ક ફોર્સનાં રિપોર્ટનાં આધારે આ નિર્ણય લીધો છે.આ રિપોર્ટમાં લોકડાઉનને 30 એપ્રિલ સુંધી વધારવાની ભલામણ કરવામાં આવી છે. હવે રાજ્યમાં 30 એપ્રિલ સુંધી કર્ફયુ રહેશે.
રાજસ્થાનમાં પણ કોરોનાને કારણે સ્થિતી ચિંતાજનક બની છે, રાજ્યમાં કોરોના વાયરસનાં નવા 98 કેસ નોંધાવાની સાથે પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 561 સુધી પહોંચી છે.
અત્રે ઉલ્લેખનિયા છે કે આ પુર્વે ઓડિશાનાં મુખ્યપ્રધાન નવીન પટનાયકે તથા પંજાબનાં મુખ્યપ્રધાન અમરિંદર સિંહે પણ રાજ્યમાં લોકડાઉન વધારવાની ઘોષણા કરી હતી,