રામાયણ વાંચતા-વાંચતા 'સુગ્રીવ'નુ નિધન, લોકડાઉનના કારણે અસ્થિ વિસર્જન અટવાયુ
નવી દિલ્હી, તા.10 એપ્રિલ 2020, શુક્રવાર
ભારતના ટેલિવિઝન ઈતિહાસમાં સૌથી સફળ સિરિયલ ગણાતી રામાયણમાં સુગ્રીવ અને વાલીનો રોલ ભજવનાર શ્યામ સુંદરનુ કેન્સરના કારણે મોત થયુ છે.
હાલમાં ટીવી પર ફરી રામાયણનુ પ્રસારણ થઈ રહ્યુ છે ત્યારે જ આ ઘટના બની છે. તેઓ છેલ્લા 20 વર્ષથી કાલકા શહેરમાં રહેતા હતા. પરિવારનુ કહેવુ છે કે, શ્યામ સુંદર રામાયણનુ વાંચન કરી રહ્યા હતા અને તેમનો દેહાંત થયો હતો.
જોકે પરિવારજનો હવે અસ્થિ વિસર્જન માટે લોકડાઉન ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા છે. જેથી તેમના અસ્થિને ગંગામાં વિસર્જીત કરી શકાય.
શ્યામ સુંદર કલાનીએ રામાયણ સિવાય ત્રિમૂર્તિ, હીર રાંજા અને છૈલા બાબુ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ.