For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 9 of lockdown: દેશમાં અત્યાર સુધી 2657 કેસ; 73 મોત, 191 લોકો સ્વસ્થ પણ થયા

Updated: Apr 2nd, 2020

Day 9 of lockdown: દેશમાં અત્યાર સુધી 2657 કેસ; 73 મોત,  191 લોકો સ્વસ્થ પણ થયા 
અમદાવાદ, તા. 2 એપ્રિલ 2020, ગુરૂવાર

દેશમાં લોકડાઉનનો આજે નવમો દિવસ છે. આજે કોરોના વાઈરસના 98 નવા કેસ સામે આવ્યા છે. જેમાં ઉત્તરપ્રદેશમાં 44, રાજસ્થાનમાં 21, આંધ્રપ્રદેશમાં 12, હરિયાણામાં 8,દિલ્હીમાં 2, સાથે જ મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને જમ્મુ-કાશ્મીરમાં 1-1 દર્દી મળ્યા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 5657 થઈ ગઈ છે. જ્યારે  191 લોકો સ્વસ્થ થયા છે અને 73 લોકોના મોત થયા છે. 

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સંક્રમણના કારણે 6 લોકોના મોત થયા છે. જેની સાથે રાજ્યમાં સંક્રમણથી જીવ ગુમાવનારાઓનો આંકડો 16એ પહોંચ્યો છે. સાથે જ ગુરુવારે પૂણેમાં બે અને બુલઢાણામાં એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્થિતિ લથડતા જોઈને 30 સરકારી હોસ્પિટલોને કોરોના હોસ્પિટલ જાહેર કરી દેવાઈ છે. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા માટે 2305 બેડની ક્ષમતા ઉપલ્બ્ધ થઈ છે.

મધ્યપ્રદેશમાં કોરોનાના અત્યાર સુધી 120 સંક્રમિત મળ્યા છે. જેમાંથી 89 કેસ માત્ર ઈન્દોરમાં છે. રાજસ્થાનમાં આજે કોરોના પોઝિટિવના 21 નવા કેસ સામે આવ્યા છે.


બંગાળ-આસામમાં 500થી વધુ તબલિગી લાપતા, કેટલાકે સીમકાર્ડ બદલ્યાનો ઘટસ્ફોટ
નવી દિલ્હીમાં નિઝામુદ્દિન દરગાહમાં ગયા મહિને યોજાયેલા તબલિગી જમાતના કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી હજારો મુસ્લીમો એકત્ર થયા હતા. પશ્ચિમ બંગાળમાંથી 400થી વધુ લોકો જ્યારે આસામમાંથી 117થી વધુ લોકોએ પણ આ સંમેલનમાં ભાગ લીધો હતો. આ લોકો હાલ આશ્ચર્યજનક રીતે લાપતા છે. કોવિડ-19 સામેની લડતમાં લોકડાઉનના સમયમાં ધાર્મિક સંમેલન યોજવા બદલ સરકારની નજરમાં આવેલ આ કાર્યક્રમમાંથી પશ્ચિમ બંગાળમાં પાછા ફરેલા 400થી વધુ લોકોને તંત્ર હજી સુધી ઓળખી શક્યું નથી કે તેમને શોધી શક્યું નથી. એક અહેવાલ મુજબ લાપતા લોકોમાંથી કેટલાકે તેમના સીમ કાર્ડ બદલી નાંખ્યા હોવાથી તેમને શોધવા ખૂબ જ મુશ્કેલ છે. Read More...


કોરોનાનો અંધકાર દૂર કરવા 5 એપ્રિલે રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી દીવો પ્રગટાવીએ: PM મોદી

શુક્રવારે સવારે જારી કરાયેલા વીડિયો સંદેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મારા વ્હાલા દેશવાસીઓ, કોરોના વૈશ્વિક મહામારી વિરૂદ્ધ દેશવ્યાપી લોકડાઉનને આજે નવ દિવસ થઈ રહ્યા છે. આ દરમિયાન આપ સૌએ અનુશાસન અને સેવા ભાવનો પરિચય આપ્યો છે. શાસન-પ્રશાસન અને જનતા જનાર્દને આ સ્થિતિને સારી રીતે સંભાળી છે. Read More...


મોદી સરકારની મહેનત રંગ લાવીઃ કોરોનાને વકરતો અટકાવ્યો, વિશ્વમાં ભારતની થઇ રહી છે પ્રશંસા
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. બે લાખ 13 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. Read More...


Coronavirus: દુનિયાભરમાં 52800થી વધું લોકોનાં મોત, 10 લાખથી વધું નોંધાયા કેસ
કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના કારણે દુનિયાભરમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સીએનબીસી દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ભારતીય સમય અનુસાર શુક્રવારે સવારે 5.16 વાગ્યા સુધી જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટી પ્રમાણે 10,11,000થી વધારે કોરોનાના કેસ અને વૈશ્વિકસ્તરે મોતનો આંકડો 52,800ને ઓળંગી ગયો છે. Read More...


માત્ર 5 મિનિટમાં કોરોનાનો ટેસ્ટ કરનારી કિટ દેશમાં એપ્રિલમાં આવી શકે
કોરોના વાયરસનાં સંકટ વચ્ચે સારા સમાચાર આવ્યા છે, કોરોનાની તપાસ માટે અમેરિકાની એબોટ કંપની દ્રારા તૈયાર કરવામાં આવેલી રેપિડ કિટ હવે ભારતમાં પણ લાવવામાં આવશે, મિડિયા અહેવાલો દ્વારા મળેલી માહિતી મુજબ આ કિટ એપ્રિલનાં ત્રીજા સપ્તાહમાં એટલે કે 18 એપ્રિલ સુંધી ભારતમાં આવી શકે છે. Read More...


કામદાર, નોકરિયાત પછી ઘરના નોકરને પગાર નહીં આપ્યો તો થઈ શકે છે એક વર્ષ સુધીની કેદ
કોરના મહામારીને પગલે ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયા બાદ રોજગાર, ધંધા અને વ્યવસાય બંધ થઈ ગયા છે ત્યારે મજૂરોને છૂટા કરવાની કે વ્યવસાયકારોને પગાર નહીં આપવાની અને કામદારોને પગાર વગર કાઢી મૂકવાની અનેક ફરિયાદો ઉઠી છે. Read More...


CoronaVirus: છેલ્લા 24 કલાકમાં 12નાં મોત અને 336 નવા કેસ, 647 કેસ જમાત સંબંધીત
કોરોના વાયરસ રોગચાળાનું સંકટ સતત વધી રહ્યા છે, આરોગ્ય મંત્રાલય (Health Ministry)એ શુક્રવારે જણાવ્યું કે દેશમાં કોરોનાનાં 2301 કેસ નોંધાયા છે, 56 લોકોનાં જીવ પણ ગયા છે. Read More...


અર્થતંત્રની વૃધ્ધી 30 વર્ષનાં સૌથી નીચા સ્તરે પહોંચી શકે છે: ફિચ રેટિંગ્સ

ફિચ રેટિંગ્સએ એક નિવેદનમાં કહ્યું " ફિચને આ વર્ષે વૈશ્વિક મંદીની આશંકા છે અને માર્ચ 2021માં પુરા થઇ રહેલા આ નાણાકિય વર્ષમાં ભારતનાં વૃધ્ધીદરનું અનુમાન ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યું છે".  Read More...


આ દેશે ઊંદર પર કર્યું કોવિડ-19 વેક્સિનનું પરિક્ષણ
કોરોના વાઈરસના કાળો કેરમાં વિશ્વ સપડાયેલું છે. સમગ્ર વિશ્વમાં કોરોનાના સંક્રમિતોનો આંકડો 10 લાખને પાર થઈ ચુક્યો છે ત્યારે મેડિકલ સાઈન્સ પણ કોરોનાના માત આપવા દિવસ-રાત એક કરી દીધું છે ત્યારે સંશોધનકર્તાઓએ કોવિડ-19 માટે સંભવિત વેક્સિનનું ઊંદર પર ટ્રાયલ કર્યું છે. Read More...


કોરોનાનો સામનો કરવા વર્લ્ડ બેંકે ભારત માટે 1 અબજ ડોલરના ફંડને મંજૂરી આપી
કોરોના વાઇરસ સામે લડવા માટે વર્લ્ડ બેંકે ભારત માટે એક અબજ ડોલરના ઇમરજન્સી ફંડને મંજૂરી આપી છે. વર્લ્ડ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે 25 દેશોની સહાય માટે 1.9 અબજ ડોલરનું પ્રથમ સહાય પેકેજ પણ જારી કરવામાં આવશે. Read More...


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નહીં
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે આજ સુધી શંકાસ્પદ એવા 19 આસામીઓના ટેસ્ટ કરાયા હતા. જે તમામ 19 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. Read More...


કોરોનાના કારણે મૃત્યુઆંક વધવાની આશંકાને પગલે પગલે 80 એકર જમીનમાં બનાવ્યું નવુ કબ્રસ્તાન
પડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોરોનાના 2458 કેસ સામે આવ્યા છે, તો તેમાંથી 35 લોકોના મોત પણ થયા છે. હજુ પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સિવાય મૃત્યુઆંક પણ વધવાની આશંકા સાથે પાકિસ્તાન સરકારે ઘણા વિસ્તારોમાં નવા ક્બ્રસ્તાન બનાવવાની કામગીરી શરૃ કરી દીધી. સૌપ્રથમ તો કરાંચીમાં 80 એકર જમીનમાં નવું કબ્રસ્તાન બનાવ્યાની વાત સામે આવી છે. Read More...


લોક ડાઉનના કારણે લોઅર મિડલ ક્લાસની હાલત કફોડીઃ પૈસા સાથે ધીરજ પણ ખુટી, ગરીબ અને તવંગરને કોઈ ખાસ ફેર નથી
કોરોનાના કારણે નવમા દિવસે સુરતમાં લોઅર મિડલ ક્લાસ વર્ગની હાલત કફોડી થઈ રહી છે. પૈસાવાળા લોકો પાસે બધુ છે અને ગરીબ લોકોને સરકાર અને સેવાભાવી સંસ્થાઓ પહોંચાડી રહી છે પરંતુ લોઅર મિડલ ક્લાસ પાસે અઠવાડિયાનું રાશન અને પૈસા હોય તેવા પાસે પૈસા અને રાશન ખલાસ થઈ જતાં હવે ધીરજ પણ ખુટી રહી છે. દાન કરનારા મોટા ભાગે ફોટા પાડતા હોવાથી આ લોકો દાન માટે લાઈનમા પણ ઉભા રહેતા અચકાઈ રહ્યાં છે.  Read More...


કોરોના ઈફેક્ટ: કાર્બન ઉત્સર્જન ઓછુ થયું, શુદ્ધ થઈ પૃથ્વીની હવા
કોરોના વાઈરસના લીધે આપણી ધરતીને ફાયદો થઈ રહ્યો છે. ધરતી હવે વધારે સાફ હવામાં શ્વાસ લઈ રહી છે. 75 વર્ષ પહેલાં આપણી પૃથ્વી પર આવી સાફ હવા જોવા મળી હતી. આ પહેલાં બીજા વિશ્વ યુદ્ધ વખતે આટલી શુદ્ધ હવા થઈ હતી. વૈજ્ઞાનિકોને આશા છે કે બીજા વિશ્વ યુદ્ધ બાદ પહેલીવાર એવું થશે કે ધરતી પર કાર્બન ઉત્સર્જન ઓછું થઈ ગયું છે. Read More...

Gujarat