For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નહીં

- તમામ કેસો નેગેટિવ: 200 લોકો બોટ કવોરોન્ટાઈનમાં

Updated: Apr 3rd, 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નહીંજામ ખંભાળિયા, તા. 3 એપ્રિલ 2020 શુક્રવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે આજ સુધી શંકાસ્પદ એવા 19 આસામીઓના ટેસ્ટ કરાયા હતા. જે તમામ 19 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

હાલ ખંભાળિયાની સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં એક વ્યક્તિ સારવાર હેઠળ છે. આ ઉપરાંત જિલ્લામાં હોમ કવોરોન્ટાઈનમાં 251 વ્યક્તિઓ છે. જ્યારે સરકારી કવોરોન્ટાઈન રૂમમાં 27 લોકોને સારવાર હેઠળ રખાયા છે.

આ ઉપરાંત સલાયા તથા ઓખાના દરીયામાં 200 જેટલા વહાણવટીઓ- માછીમારોને બોટ કવોરોન્ટાઈનમાં દરિયામાં જ રાખવામાં આવ્યા છે. જ્યારે 173 વ્યક્તિઓના ચૌદ દિવસના ફોલો - અપ પૂર્ણ થતા તેમને સંપૂર્ણ રીતે ભયરહિત ગણી, રજા આપવામાં આવી છે.

Gujarat