Get The App

માત્ર 5 મિનિટમાં કોરોનાનો ટેસ્ટ કરનારી કિટ દેશમાં એપ્રિલમાં આવી શકે

Updated: Apr 3rd, 2020

GS TEAM

Google News
Google News
માત્ર 5 મિનિટમાં કોરોનાનો ટેસ્ટ કરનારી કિટ દેશમાં એપ્રિલમાં આવી શકે 1 - image

નવી દિલ્હી, 3 માર્ચ 2020 શનિવાર

કોરોના વાયરસનાં સંકટ વચ્ચે સારા સમાચાર આવ્યા છે, કોરોનાની તપાસ માટે અમેરિકાની એબોટ કંપની દ્રારા તૈયાર કરવામાં આવેલી રેપિડ કિટ હવે ભારતમાં પણ લાવવામાં આવશે, મિડિયા અહેવાલો દ્વારા મળેલી માહિતી મુજબ આ કિટ એપ્રિલનાં ત્રીજા સપ્તાહમાં એટલે કે 18 એપ્રિલ સુંધી ભારતમાં આવી શકે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે એબોટની આ ટેસ્ટ કિટ માત્ર 5 મિનિટમાં જ કોરોનાનાં પોઝિટિવ કેસ જણાવી દે છે, અને નેગેટીવ કેસનો રિપોર્ટ 13 મિનિટમાં જ આપે છે.

આ કિટની સૌથી મહત્વની બાબત એ છે કે તે એટલી હલકી અને નાની છે કે તેને એક સ્થાનેથી બીજા સ્થાને લઇ જવી પણ સરળ છે, તેને હોસ્પિટલોની બહાર પણ લાવી શકાય છે, કે જ્યાં વધું કેસ બહાર આવી રહ્યા છે.  

શું છે કંપનીની યોજના

એબોટ કંપનીની એક મહિનામાં 50 લાખ ટેસ્ટ કિટનું ઉત્પાદન કરવાની યોજના છે, અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકાનાં નિયામક USFDA પણ આ ટેસ્ટ કિટને મંજુરી આપી દીધી છે.

વેક્સીન ક્યાં સુંધીમાં બની જશે અને તેનો વાયરસનાં ઇલાજને લઇને કેટલી સફળ થશે તે અંગે કોઇ સ્પષ્ટીકરણ નથી, ઘણા દેશો કોરોના વાયરસનો સામનો કરવા માટે દવા બનાવવાનાં પ્રયાસો કરવાનાં પ્રયત્નોમાં લાગ્યા છે, પરંતું સફળતા મળી શકી નથી.

Tags :