For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોદી સરકારની મહેનત રંગ લાવીઃ કોરોનાને વકરતો અટકાવ્યો, વિશ્વમાં ભારતની થઇ રહી છે પ્રશંસા

Updated: Apr 3rd, 2020

મોદી સરકારની મહેનત રંગ લાવીઃ કોરોનાને વકરતો અટકાવ્યો, વિશ્વમાં ભારતની થઇ રહી છે પ્રશંસાઅમદાવાદ, તા. 3 એપ્રિલ 2020, શુક્રવાર

કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. બે લાખ 13 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વિશ્વમાં સ્વાસ્થ્ય સેવામાં અગ્રેસર દેશો ઘૂંટણીયે પડી ગયા છે. મોદી સરકારના લોકડાઉનની હાલમાં નીંદા ભલે થઈ રહી હોય પણ સરકારે કોરોનાને હાવી થવા દીધો નથી એ વાસ્તવિક છે.

વિશ્વમાં હાલ ભારત કોરોનાના કેસોમાં 24મો ક્રમાંક ધરાવે છે. દેશમાં તબલિધી જમાતની બેદરકારીને કારણે કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો છે પણ વિશ્વમાં વસતીની તુલનાએ બીજા ક્રમાંકના આ દેશે કોરોનાને વકરતો અટકાવ્યો એ વાસ્તવિકતા છે. ભારત પાસે સ્વાસ્થ્ય સેવાઓમાં ઓછી સુવિધાઓ છતાં લોકોની પ્રતિબદ્ધતા અને સરકારની આગોતરી કાર્યવાહીને પગલે કોરોનાના કેસો વધી રહ્યાં છે પણ અન્ય દેશોની તુલનાએ નોર્મલ છે. કોરોનાએ માહામારી છે. તેને અટકાવવી અઘરી હોવા છતાં ભારતમાં કેસો વધી રહ્યાં નથી.


વિશ્વમાં ભારતની થઇ રહી છે પ્રસંશા
WHOના વિશેષ પ્રતિનીધી ડો. નવારોએ કોરોનાનો સામનો કરવા માટે મોદી સરકારે ભરેલા પગલાના વખાણ કર્યા. લોકડાઉનના કારણે લોકોને પડતી મુશ્કેલી અંગે તેમણે કહ્યું કે તકલીફ જેટલી વધારે હશે, તેટલું ઝડપથી પરિણામ મળશે. યુરોપ અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં કોરોનાને ગંભીરતાથી લેવામાં ન આવ્યો, ત્યારે ભારતમાં તેના પર ઝડપથી કામ થયું. તેમણે કહ્યું કે ભારતમાં ગરમ મોસમ અને મેલેરિયાના કારણે ભારતના લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા સારી છે. અમે આશા રાખીએ છીએ કે તેઓનું શરીર કોરોનાને હરાવી દેશે. 

ઈટાલી અને સ્પેન બાદ હવે અમેરિકામાં તેની વ્યાપક અસર જોવા મળી છે. અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા બે લાખ 45 હજાર 66 થઈ ગઈ છે. જ્યારે 6075 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં 24 કલાકમાં 29 હજાર કેસ નોંધાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો.


Corona વાયરસનો હાહાકાર
વાયરસનું સંક્રમણ અટકવાનું નામ જ લેતું નથી. દરરોજ Corona સંક્રમિતોની સંખ્યા સતત વધતી જ રહી છે. Corona વાયરસનો હાહાકાર ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં પોતાની કાળ પછેડી ફેરવી રહી છે. અત્યાર સુધી વિશ્વમાં Corona સંક્રમિતોનો આંક 10,15,728 પહોંચી ગયો છે. જ્યારે કાળની ગર્તામાં ધકેલાયેલા લોકોની સંખ્યા પણ વધીને 53,203 સુધી પહોંચી છે.

ગઈકાલે વિશ્વમાં વધુ 5974 લોકોના મોત થતાં મોતનો આંક પણ સતત વધી રહ્યો છે. દેશમાં કુલ 266194 કેસ ક્લોઝ થયા જેમાં Corona વાયરસને મ્હાત આપીને 2,12,991 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 53203 લોકોએ જીવનની બાજી હારી ચૂક્યા છે. અર્થાત 80 ટકા લોકો સ્વસ્થ થયા અને 20 ટકા લોકોના મોત થયા છે. જ્યારે હજુ પણ વિશ્વમાં કોરોનાને કારણે સંક્રમિત એક્વિટ કેસ પણ 7,49,534 પર પહોંચ્યો છે. જેમાં 37653 કેસ વધારે ક્રિટીકલ છે. અર્થાત 95 ટકા લોકો ની કંડિશન સારી છે. જ્યારે 5 ટકા લોકો વધારે સિરિયસ છે.


અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2.50 લાખે પહોંચવા આવી
અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસે દિવસે ખૂબ જ વધી રહી છે. વિશ્વમાં કોરોના વાયરસની મહામારી સૌથી વધારે અસર અમેરિકામાં થઈ છે. અમેરિકામાં અત્યાર સુધી 2,45,088 લોકને કોરોનાની અસર થઈ છે. જેમાં ફક્ત 10403 લોકોને રિકવર થયું છે. 5,421 લોકોની સ્થિતિ વધારે કફોડી છે. જ્યારે અમેરિકામાં અત્યાર સુધી 6075 લોકોના મોત થયા છે. અમેરિકામાં 10,403 લોકોએ Coronaને જાકારો આપી દીધો છે. એટલે કે સ્વસ્થ થયા છે.

Coronaને કારણે મોતના મામલે ઈટાલી 14 હજારના આંક સુધી પહોંચી ગયું છે. ઈટલીમાં કુલ 1,15242 લોકોને કોરોનાની અસર થઈ હતી જેમાંથી 13, 915 લોકોના મોત થયા છે. જ્યારે 18,278 લોકોને રિકવર પણ થયું છે. અમેરિકા, ઈટલી પછી સ્પેન અને જર્મનીનો વારો આવ્યો છે. સ્પેનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 112065 પહોંચી છે. જ્યારે મૃત્યુ આંક પણ સ્પેનમાં 10348 થયો છે.


ઇટાલીમાં 13,000 થી વધુ લોકોનાં મોત
ઇટાલીમાં, 115,242 લોકો Coronaની ઝપેટમાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 13915 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં સ્વસ્થ થનારા કેસોની સંખ્યા 18278 છે.


સ્પેનમાં 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો
સ્પેનમાં અત્યાર સુધીમાં Corona વાયરસના 112,065 કેસ નોંધાયા છે અને કુલ 10,348 લોકો મૃત્યુ પામ્યા છે. જો કે, આ રોગની સારવાર બાદ અહીં 26,743 લોકો સાજા થયા છે.


ફ્રાન્સમાં 5000 થી વધુ લોકોનાં મોત
ફ્રાન્સમાં, 59,105 લોકો Corona વાયરસથી સંક્રમિત છે અને આ રોગચાળાને કારણે 5387 લોકોનાં મોત નીપજ્યાં છે.


ભારતમાં 2500 થી વધુ Corona પોઝિટિવ લોકો
ભારતમાં, Corona વાયરસથી 2543 લોકો પ્રભાવિત થયા છે અને અહીં સુધીમાં 53 લોકોનાં મોત નીપજ્યાં છે. કુલ 189 લોકો આ રોગથી મુક્ત થયા છે.

Gujarat