For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 19 of lockdown: બ્રિટનમાં મૃત્યુઆંક 10 હજારને પાર, 24 કલાકમાં મોતની સંખ્યા ઘટી

Updated: Apr 12th, 2020

Day 19 of lockdown: બ્રિટનમાં મૃત્યુઆંક 10 હજારને પાર, 24 કલાકમાં મોતની સંખ્યા ઘટી 

અમદાવાદ, તા. 12 એપ્રિલ 2020, રવિવાર

કોરોના વાયરસને કારણે બ્રિટનમાં મૃતકોની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઈ છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ બીમારીએ 737 લોકોને પોતાનો ભોગ બનાવ્યા. આની સાથે જ દેશમાં કોરોના મૃત્યુઆંક 10,612 પર પહોંચી ગયો છે. Read More...


Coronavirus: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
કોરોના વાયરસની સારવાર બાદ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસનને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવક્તાએ આ જાણકારી આપી છે. Read More...


કોરોનાની તબાહીઃ અમેરિકા અને ફ્રાંસ કરતા પણ ભારતમાં મૃત્યુદર વધારે
7 હજાર કોરોનાના દર્દીઓના આધાર પર જે દેશમાં ભારતથી ઓછી મોત થઈ છે, તે દેશમાં જર્મની, દક્ષિણ કોરિયા, ચીન, ફ્રાંસ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ભારતમાં જ્યારે કોરોનાનો આંકડો 7 હજાર હતો તો, મોતની સંખ્યા 249 હતી. જ્યારે કે, કોરોના ને કારણે જર્મનીમાં 7 હજાર કેસની સામે માત્ર 13 લોકના જ મોત થયા છે અને દક્ષિણ કોરિયામાં આ આંકડો 54 પર છે. Read More...


અમદાવાદની સરહદો સીલ, પોલીસની સાથે CRPF, BSF પણ બંદોબસ્ત સંભાળશે
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે અને તેના કારણે સંપૂર્ણ લોકડાઉનની ફરજ પડી રહી છે. સંપૂર્ણ લોકડાઉન માટે હવે CRPF, BSFની મદદ લેવામાં આવશે. કોરોનાના સંક્રમણને વધારે ફેલાતુ અટકાવવા અમદાવાદને સંપૂર્ણ સીલબંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Read More...


અમદાવાદમાં હવે જાહેર માર્ગ પર માસ્ક પહેરવું ફરજીયાત, માસ્ક વગર ફરતા લોકોને 5000નો દંડ ફટકારાશે
અમદાવાદમાં જાહેર સ્થળ પર માસ્ક નહીં પહેરનારા લોકોની હવે ખેર નથી. અમદાવાદમાં હવે જાહેર માર્ગ પર માસ્ક પહેરવું ફરજીયાત (amc)માસ્ક વગર ફરતા લોકો ને 5000 (amc) રૂપિયા અથવા 3 વર્ષ ની જેલની સજા થશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરનું નિવેદન. આવતી કાલે સવારે છ વાગ્યે આ કાયદો અમલમાં આવશે. AMCનો મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. Read More...


કોરોનાનો જાતિભેદ: આફ્રિકન અમેરિકનોનો લેવાઈ રહ્યો છે સૌથી વધુ ભોગ
અમેરિકામાં અશ્વેત અમેરિકનોની વસ્તી ધરાવતા દક્ષિણ પ્રાંતમાં કોરોનાનો ફેલાવો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે તથા ત્યાં વસતા ગરીબ અને અસાધ્ય બીમારીથી પીડાતા આફ્રિકન અમેરિકનો ટપોટપ મરી રહ્યા છે જે એક ચોંકાવનારૂ તારણ છે. કોરોનાનું હોટસ્પોટ ગણાતું દક્ષિણ અમેરિકી રાજ્ય લુસિઆના કોરોનાને જાતિ આધારીત વર્ગીકૃત કરનારૂં પ્રથમ અમેરિકી રાજ્ય બન્યું છે. Read More...


હોસ્પિટલમાં કોરોના પીડિતોની સારવાર માટે ફ્લાયઓવરની નીચે રાખવામાં આવ્યા કેન્સરના દર્દીઓ
મુંબઈથી એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. KEM અને ટાટા હોસ્પિટલના લગભગ 60 ઓપીડી દર્દીઓને કાઢીને હિન્દમાતા ફ્લાયઓવરની નીચે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. કોરોનાની ગંભીર સ્થિતિને જોતા મુંબઈ મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધીરો થઈ રહ્યો છે. Read More...


COVID-19 Live : દેશમાં છેલ્લા 24 કલાકમાં 909 નવા કેસ, 34 મોત, કુલ 7367 પોઝિટિવ
ભારતમાં વિદેશી નાગરિકો સહિતના કોરોના વાયરસ રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા રવિવાર (12 એપ્રિલ) ના રોજ વધીને 8356 થઈ ગઈ છે. આ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પત્રકાર પરિષદમાં આપી હતી. Read More...


બંગાળમાં લોકડાઉનના લીરેલીરા : 100 લોકોએ ભેગા થઈ નમાઝ પઢી
કોરોના સામેની લડતમાં સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ ચાલી રહ્યો છે તેવા સમયે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ગોપિનાથપુર ગામમાં લોકડાઉનના નિયમોનો ભંગ કરતાં એક મસ્જિદમાં શુક્રવારની નમાજ પઢવા માટે ૧૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા, જેના કારણે વિવાદ સર્જાયો છે. Read More...


વિયેતનામનું થુઆન કોરોના મુક્ત બન્યું, અંતિમ દર્દીને રજા આપ્યા બાદ હોસ્પિટલના કર્મચારીઓ ભાવુક થયા
કોરોના મહામારીના આતંક વચ્ચે વિશ્વમાં અનેક દેશો એવા પણ છે જેમણે મહત્તમ હદ સુધી કોરોના વાયરસ સામેનો જંગ જીતી લીધો છે. વિયેતનામ પણ આવો જ એક દેશ છે અને તેના બિન્હ થુઆન પ્રાંતે સંપૂર્ણપણે કોરોના મુક્ત બનીને કોરોના સામેનું યુદ્ધ જીતી લીધું છે. ત્યાંની એક હોસ્પિટલમાં જ્યારે કોરોનાના અંતિમ દર્દીને રજા આપવામાં આવી ત્યારે હોસ્પિટલના તમામ કર્મચારીઓ ભાવુક થઈ ગયા હતા. Read More...


સેલ્ફ આઈસોલેશનને અનુસરવામાં સ્પેન પ્રથમ, ભારત છે આ ક્રમે
કોરોનાએ સમગ્ર વિશ્વમાં ભરડો લીધો છે અને આ વાઈરસના કારણે સમગ્ર વિશ્વમાં એક લાખથી વધારે લોકોના મોત થયાં છે. હજુ સુધી કોરોના વાયરસની કોઇ પણ દવા કે વેક્સીન શોધાઇ નથી ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેલ્ફ આઇસોલેશન જ અકસીર દવા સાબિત થઇ શકે છે. જેના પાલન માટે વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. Read More...


સિંગાપુરમાં કોરોનાના નવા 191 કેસ નોંધાયા જે પૈકીના 51 ભારતીય નાગરિકો
સિંગાપુરમાં શનિવારે નવા 191 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા જેમાં ત્યાં કામ કરતા 51 ભારતીય નાગરિકોના નામ પણ સામેલ છે. આ સાથે જ સિંગાપુરમાં કોવિડ-19ના દર્દીઓની કુલ સંખ્યા 2,299 થઈ ગઈ છે. અનેક ભારતીયો સિંગાપુરમાં કામ કરે છે અને એક જ રૂમમાં અનેક લોકો રહેતા હોવાથી ચેપ લાગવાનું પ્રમાણ વધી રહ્યું છે. Read More...


લોકડાઉનમાં અટવાયા, હવે DSP પુત્રીના હાથ નીચે ફરજ બજાવી રહ્યા છે પિતા
કોરોનાને રોકવા માટે દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનના પગલે હજારો લોકો એવા હતા જે ઘરથી દુર બીજા શહેરમાં ફસાઈ ગયા હતા. આવા લોકોમાં મધ્યપ્રદેશ પોલીસના એક સબ ઈન્સ્પેક્ટર અશરફ અલીનો પણ સમાવેશ થાય છે. ઈન્દોરમાં ડ્યુટી કરતા અશરફ અલી લોકડાઉન લાગુ થયુ તે પહેલા રજા લઈને ડીએસપી તરીકે ટ્રેનિંગ લઈ રહેલી પોતાની પુત્રી શાબેરા અ્સારીને મળવા માટે બીજા જિલ્લામાં ગયા હતા. તે વખતે જ લોકડાઉનનની જાહેરાત થઈ હતી. Read More...


અમેરિકાના જંગી યુધ્ધ જહાજ પર કોરોનાનો કેર, 550 સૈનિકો પોઝિટિવ, નૌસેના ચીફનુ રાજીનામુ
પોતાની લશ્કરી તાકાતથી આખી દુનિયાને ધ્રુજાવનાર અમેરિકન નૌસેનામાં પણ કોરોના વાયરસની એન્ટ્રી થઈ ચુકી છે.જેનાથી ગભરાટનો માહોલ છે. અમેરિકાના સૌથી મોટા વિમાન વાહક યુધ્ધ જહાજ પૈકીના એક થિયોડોર રુઝવેલ્ટ પર ફરજ બજાવતા 550 જેટલા નૌસૈનિકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમેરિકાના સંરક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. Read More...


ડોક્ટરો પર હુમલો કરનારા સૌથી મોટા અપરાધી, અજય દેવગણે વ્યક્ત કર્યો ગુસ્સો
પોતાનો જીવ જોખમમાં મુકીને કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો અને નર્સો પર દેશમાં સંખ્યાબંધ જગ્યાએ હુમલા થયા હોવાની અથવા તો તેમને ધમકીઓ અપાઈ હોવાના કિસ્સા બન્યા છે. Read More...


કોરોનાના દર્દીની હોસ્પિટલમાં આત્મહત્યા, તબલિગી જમાતના કાર્યક્રમમાં હતો સામેલ
દિલ્હીમાં થયેલા તબલિગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયેલા કોરોના પોઝિટિવ દર્દીએ હોસ્પિટલમાં આત્મહત્યા કરી લેતા દોડધામ મચી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે આ 30 વર્ષીય યુવક મહારાષ્ટ્રની અકોલા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતો. Read More...


લંડનમાં ઈસ્કોન મંદિરના પાંચ ભાવિકોના કોરોનાથી મોત, બીજા સેંકડો પોઝિટિવ
લંડનમાં ઈસ્કોન મંદિર સાથે જોડાયેલા શ્રધ્ધાળુઓમાં કોરોના વાયરસ મોટા પાયે ફેલાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ભાવિકો 12 માર્ચે એક વ્યક્તિના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. લગભગ 1000 લોકો તેમાં હાજર રહતા. Read More...


લોકડાઉનનો ભંગ કરી ફરતા વિદેશી ટુરિસ્ટ્સ પાસે પોલીસે 500 વખત 'સોરી' લખાવ્યુ
ભારતમાં લોકડાઉન વચ્ચે હજી પણ સેંકડો વિદેશીઓ ફસાઈ ગયેલા છે અથવા તો તેમણે આ સ્થિતિમાં ભારતમાં જ રહેવાનુ પસંદ કર્યુ છે. જોકે લોકડાઉનના નિયમ તોડવામાં વિદેશી ટુરિસ્ટ પણ પાછળ નથી. પવિત્ર યાત્રાધામ ઋષિકેશમાં વિદેશી નાગરિકો નિયમો તોડી રહ્યા છે. Read More...

Gujarat