લોકડાઉનમાં અટવાયા, હવે DSP પુત્રીના હાથ નીચે ફરજ બજાવી રહ્યા છે પિતા
ઈન્દોર, તા.12 એપ્રિલ 2020, રવિવાર
કોરોનાને રોકવા માટે દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનના પગલે હજારો લોકો એવા હતા જે ઘરથી દુર બીજા શહેરમાં ફસાઈ ગયા હતા.
આવા લોકોમાં મધ્યપ્રદેશ પોલીસના એક સબ ઈન્સ્પેક્ટર અશરફ અલીનો પણ સમાવેશ થાય છે. ઈન્દોરમાં ડ્યુટી કરતા અશરફ અલી લોકડાઉન લાગુ થયુ તે પહેલા રજા લઈને ડીએસપી તરીકે ટ્રેનિંગ લઈ રહેલી પોતાની પુત્રી શાબેરા અ્સારીને મળવા માટે બીજા જિલ્લામાં ગયા હતા. તે વખતે જ લોકડાઉનનની જાહેરાત થઈ હતી.
આમ અન્ય જિલ્લામાં ફસાયેલા અશરફ અલીને આ જિલ્લાના પોલીસ વડાએ એ જ જગ્યાએ ફરજ બજાવવાનો આદેશ આપ્યો છે જ્યાં તેમની પુત્રી ડીએસપી છે.
શાબેરા અ્સારી 2013માં સબ ઈન્સ્પેક્ટર બની હતી.એ પછી મધ્યપ્રદેશ લોક સેવા આયોગની પરીક્ષા પાસ રીને 2016માં ડીએસપી બની હતી. હાલમાં તેની ટ્રેનિંગ ચાલી રહી છે અને હવે લોકડાઉનના કારણે તેમના પિતા તેના જ હાથ નીચે ફરજ બજાવી રહ્યા છે.