Get The App

હોસ્પિટલમાં કોરોના પીડિતોની સારવાર માટે ફ્લાયઓવરની નીચે રાખવામાં આવ્યા કેન્સરના દર્દીઓ

Updated: Apr 12th, 2020

GS TEAM

Google News
Google News
હોસ્પિટલમાં કોરોના પીડિતોની સારવાર માટે ફ્લાયઓવરની નીચે રાખવામાં આવ્યા કેન્સરના દર્દીઓ 1 - image

મુંબઇ, તા. 12 એપ્રિલ 2020, રવિવાર

મુંબઈથી એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. KEM અને ટાટા હોસ્પિટલના લગભગ 60 ઓપીડી દર્દીઓને કાઢીને હિન્દમાતા ફ્લાયઓવરની નીચે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. કોરોનાની ગંભીર સ્થિતિને જોતા મુંબઈ મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધીરો થઈ રહ્યો છે.

આ હોસ્પિટલમાં ઓપીડી દર્દીઓનું એડમિશન બંધ કરી દેવામાં આવ્યું છે સાથે જ કોરોના દર્દીઓને અન્ય દર્દીઓની તુલનામાં વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ચોંકાવનાર વાત તો એ છે તે બીએમસીએ જે દર્દીઓને ફ્લાયઓવરની નીચે શિફ્ટ કર્યા છે તેમના માટે શૌચાલયની સુવિધા પણ નથી.

કોરોનાની દર્દીઓની સારવાર માટે કેન્સર પીડિતોને રસ્તાના કિનારે શિફ્ટ કરાયા
જે દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગના દર્દીઓ બિહાર, છત્તીસગઢ, યુપી જેવા પ્રદેશના છે. કેન્સર જેવી બિમારી સામે લડી રહેલા આ દર્દીઓને રસ્તાના કિનારે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. મુશ્કેલી એ છે કે તેમની સારવાર પણ લગભગ બંધ જ કરી દેવામાં આવી છે. દર્દીઓએ જણાવ્યું કે તેમને કાલે ભોજનના પેકેટ્સ મળ્યા હતા. ત્યાર બાદ તેમને કંઈ આપવામાં આવ્યુ નથી. અહીં સુધી કે તેમને શૌચાલયની પણ સુવિધા નથી આપવામાં આવી. એક દર્દીએ જણાવ્યું કે તેમને આ બધુ એટલા માટે સહન કરવું પડી રહ્યું છે કારણ કે તે કેન્સરના દર્દી છે.

કુલ 60 દર્દીઓમાંથી 35 મહિલાઓ
કુલ 60 દર્દીઓમાં 35 મહિલાઓ છે. તેમની ફરિયાદ એ છે કે તેમની પાસે ખુલ્લામાં શૌચ કર્યા સિવાય બિજો કોઈ વિકલ્પ નથી. બીજેપીના નેતા સોમૈયાએ જણાવ્યું તે મહારાષ્ટ્ર સરકાર બિલકુલ ગેરજવાબદાર છે અને લોકોને હાલ આ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે તો તેની પાછળ સરકારની બેદરકારી છે. સોમૈયાએ જણાવ્યું કે દર્દીઓને રાહત અપાવવા માટે તેમને કેન્દ્ર સરકાર અને પ્રદેશના રાજ્યપાલોને પત્ર લખ્યો છે કારણ કે પ્રદેશના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમની વાત ન હતી સાંભળી.


Tags :