કોરોનાની તબાહીઃ અમેરિકા અને ફ્રાંસ કરતા પણ ભારતમાં મૃત્યુદર વધારે
અમદાવાદ, તા. 12 એપ્રિલ 2020, રવિવાર
7 હજાર કોરોનાના દર્દીઓના આધાર પર જે દેશમાં ભારતથી ઓછી મોત થઈ છે, તે દેશમાં જર્મની, દક્ષિણ કોરિયા, ચીન, ફ્રાંસ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ભારતમાં જ્યારે કોરોનાનો આંકડો 7 હજાર હતો તો, મોતની સંખ્યા 249 હતી. જ્યારે કે, કોરોના ને કારણે જર્મનીમાં 7 હજાર કેસની સામે માત્ર 13 લોકના જ મોત થયા છે અને દક્ષિણ કોરિયામાં આ આંકડો 54 પર છે.
ભારતમાં 273 લોકોના મોત
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 8 હજારને પાર થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આંકડાઓ પ્રમાણે દેશમાં કોરોના વાયરસની ઝપેટમાં કુલ 8356 લોકો આવી ગયા છે. તેમાંથી 715 લોકોની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે કે, સારવાર દરમિયાન 273 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ રીતે દેશમાં આ સમયે કોરોના એક્ટિવ મામલાઓની સંખ્યા 7367 છે.
ભારતમાં કોરોનાના દર્દીઓનો મૃત્યુદર વધારે
કોરોના સંક્રમણના આંકડાઓ આ બીમારી અને તેની સામે જંગ લડવામાં મળેલી સફલતા/નિષ્ફળતાની જાણકારી આપે છે. તો બીજી તરફ કોરોનાથી 7 હજાર મામલાઓને આધાર માનીને દુનિયાના બીજા દેશની સરખામણી કરવામાં આવે તે, જાણવા મળે છે કે, ભારતમાં કોરોના ના દર્દીઓનો મૃત્યુદર ચીન, અમેરિકા અને ફ્રાંસ કરતા પણ વધારે છે. જ્યારે કે, જર્મની અને દક્ષિણ કોરિયાએ કોરોના દર્દીઓની સારવારમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે. અહીં ભારત કરતાં 7000 કેસો પર મૃત્યુ દર ઘણું ઓછું છે. જોકે, ઇટાલી, સ્પેન, બ્રિટન, સ્વીડન, નેધરલેન્ડ, બ્રાઝિલમાં કોરોના ચેપથી મૃત્યુઆંક ભારત કરતા ઘણા વધારે છે.