Get The App

સેલ્ફ આઈસોલેશનને અનુસરવામાં સ્પેન પ્રથમ, ભારત છે આ ક્રમે

Updated: Apr 12th, 2020

GS TEAM

Google News
Google News
સેલ્ફ આઈસોલેશનને અનુસરવામાં સ્પેન પ્રથમ, ભારત છે આ ક્રમે 1 - image

નવી દિલ્હી, તા. 12 એપ્રીલ 2020, રવિવાર

કોરોનાએ સમગ્ર વિશ્વમાં ભરડો લીધો છે અને આ વાઈરસના કારણે સમગ્ર વિશ્વમાં એક લાખથી વધારે લોકોના મોત થયાં છે. હજુ સુધી કોરોના વાયરસની કોઇ પણ દવા કે વેક્સીન શોધાઇ નથી ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેલ્ફ આઇસોલેશન જ અકસીર દવા સાબિત થઇ શકે છે. જેના પાલન માટે વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે.

એક સર્વે પ્રમાણે લોકડાઉનના કારણે ભારતમાં 84 ટકા લોકો સેલ્ફ આઇસોલેશનમાં છે. અમેરિકામાં પણ સમાન પરિસ્થિતિ જોવા મળી રહી છે. કોરોના વાયરસથી બચવા માટે લોકોને સતત ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. અને લોકો તેનું પાલન પણ કરી રહ્યા છે. માત્ર ગણ્યા ગાઠ્યા લોકો જ લોકડાઉનનો ભંગ કરતા નજરે પડે છે.

IPSOS નામની માર્કેટિંગ રિસર્ચ ફર્મના 14 દેશોમાં હાથ ધરાયેલા સર્વે કરવામાં આવ્યો છે જેમાં સેલ્ફ આઇસોલેશનનું પાલન કરનારા દેશોમાં ભારતનો નંબર આઠમોં છે. જ્યારે કે પહેલા સ્થાને સ્પેન છે. અહીં લોકો ચુસ્ત પણ સેલ્ફ આઇસોલેશનનું પાલન કરી રહ્યા છે. કંપનીએ વિશ્વના 14 દેશોના 28 હજાર લોકો પર સર્વે કર્યો. જે મુજબ પાંચમાંથી ચાર વ્યક્તિ ઘરમાં રહે છે. સેલ્ફ આઇસોલેશનના કેસ વિયતનામ રશિયા અને ઓસ્ટ્રેલિયામાં વધી રહ્યા છે જ્યારે અમેરિકા અને ભારતની સ્થિતિ એક સમાન છે.

સર્વે પ્રમાણે 15માંથી 14 દેશના લોકોએ કોરોના સામે સેલ્ફ આઇસોલેશનને આવકાર્યું છે.વિવિધ દેશોની સરકાર કોરોના વાઈરસને અંકુશમાં લેવા માટે કડકાઈથી લોકડાઉન લાગુ કરી રહી છે. મોટા ભાગના ભારતીયો તેને સહયોગ આપી રહ્યા છે. હાલમાં વાઈરસને રોકવા માટે લોકડાઉન જ ઉપાય દેખાઈ રહ્યો છે.

સર્વે મુજબ સ્પેનમાં 95% લોકો ઘરમાં છે, વિયતનામમાં પણ 95% લોકો, ફ્રાન્સમાં 90 ટકા, બ્રાઝિલમાં 89 ટકા, મેક્સિકોમાં 88 ટકા, રશિયામાં 85 ટકા, ભારત અને અમેરિકામાં 84 ટકા જ્યારે જાપાનમાં મત્ર 15 ટકા લોકો કોરોનાથી બચવા માટે ઘરમાં રહે છે. કેટલાક દેશોમાં સેલ્ફ આઈસોલેશનનો આંકડો ઘટ્યો છે તો કેટલાક દેશોમાં આંકડો વધ્યો છે. સેલ્ફ આઈસોલેશનમાં ચીનમાં 4 ટકાનો જ્યારે કે ભારત તથા જર્મનીમાં ત્રણ ટકાનો ઘટાડો આવ્યો છે.
Tags :