For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 8 of lockdown: તબલિગી જમાતના કારણે દેશભરમાં કોરોના વકર્યો, 24 કલાકમાં નવા 386 કેસ નોંધાયા

Updated: Apr 3rd, 2020

Day 8 of lockdown: તબલિગી જમાતના કારણે દેશભરમાં કોરોના વકર્યો, 24 કલાકમાં નવા 386 કેસ નોંધાયા 
અમદાવાદ, તા. 1 એપ્રિલ 2020, બુધવાર

ગુજરાતમાં ચિંતાજનક હદે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. અમદાવાદમાં તો વાસ્તવમાં કોરોનાનુ હોટસ્પોટ સાબિત થઇ રહ્યુ છે કેમકે,છેલ્લા 24 કલાકમાં જ અમદાવાદમાં 8 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતાં. આ ઉપરાંત પોરબંદર,સુરત અને પંચમહાલમાં ય કેસો નોધાયાં હતાં. આમ, એક દિવસમાં 13 કેસો નોધાયા હતાં. લોકડાઉનની કડક અમલવારી વચ્ચે ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના 13 કેસો નોંધાયા હોવાની આ પ્રથમ ઘટના બની છે.રાજ્યમાં કોરોનાના કેસોનો આંકડો 87 સુધી પહોંચ્યો છે.  Read More...


અમેરીકા માટે આવનારા બે અઠવાડિયા ખૂબ કઠિન અને દર્દનાક હશે: ટ્રમ્પ
અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે આવનારા બે અઠવાડિયા દેશ માટે ખૂબ કઠિન છે. તેમણે લોકોને કોરોના વાઈરસની મહામારીના લીધે કઠીન દિવસો માટે તૈયાર રહેવા કહ્યું છે. ઉલ્લેખનિય છે કે વ્હાઈટ હાઉસે આવનારા દિવસોમાં કોરોના વાઈરસથી એક લાખ લોકોના મોત થવાની ચેતવણી આપી છે. Read More...


એશિયાના સૌથી મોટા સ્લેમ વિસ્તાર ધારાવીમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ
ધારાવીનું નામ પડે એટલે તરત જ માનસપટ પર મુંબઇમાં આવેલો એશિયાનો સૌથી મોટો સ્લમ વિસ્તાર યાદ આવે છે. 613 હેકટર વિસ્તારમાં ફેલાયેલા આ સ્થળે 15 લાખ લોકો વસવાટ કરે છે જેમાંના મજૂરો, મહેનતું અને નાના કારોબારીનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં કુલ 320 જયારે મુંબઇમાં 169 કોરોના પોઝિટિવના કેસ બન્યા છે. 1 એપ્રિલના રોજ  ધારાવી સ્લમ એરિયામાં નોંધાતા ગંભીર ચિંતાનો વિષય માનવામાં આવે છે કારણ કે આ એરિયા અત્યંત ગીચ હોવાથી બીજા વિસ્તારની સરખામણીમાં સંક્રમણ થવાની શકયતા વધારે રહે છે.  Read More...


તુર્કમેનિસ્તાને 'કોરોના વાઈરસ' શબ્દ પર લગાવ્યો પ્રતિબંધ
સમગ્ર દુનિયામાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. ગુગલમાં પણ આ દિવસોમાં સૌથી વધારે કોરોવા વાઈરસ શબ્દ સર્ચ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તુર્કમેનિસ્તાને કથિતરીતે 'કોરોના વાઈરસ' શબ્દ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ લોકોને માસ્ક પહેરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. Read More...


તબલિગી જમાતના કારણે દેશભરમાં કોરોના વકર્યો, છેલ્લા 24 કલાકમાં નવા 386 કેસ નોંધાયા
દિલ્હી પોલિસ દ્વારા વારંવાર ચેતવણી છતાં તબલિગી જમાત જીદ અને હઠિલા વલણે આજે દેશની પરિસ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના ચેપના 386 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 164 કેસ દિલ્હીના નિઝામુદ્દીન મરકજની તબલીગી પ્રવૃત્તિમાં સામેલ લોકો સાથે સીધા જોડાયેલા છે. ઘણાં તેમના સંપર્કમાં આવેલા લોકો પણ છે. Read More...


તબીલીગી જમાતના નેતા મૌલાના સાદ સામે ફરિયાદ, જાણો કોણ છે આ આગેવાન
કોરોનાના સંકટ વચ્ચે પણ દેશ વિદેશના હજારો મુસ્લિમોનો કાર્યક્રમ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં યોજનાર તબલીગી જમાતના આગેવાન મૌલાના અમીર સાદ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. રાતોરાત ચર્ચામાં આવી ગયેલા મૌલાના સાદ કોણ છે તે ચર્ચાનો વિષય બન્યો છે. Read More...


તણાવભરી સ્થિતિમાં શ્વાસ રૂંધાવો એ સ્વાભાવિક છે, કોરોનાનું લક્ષણ માનશો નહીં
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ પગ પેસારો કર્યા બાદ છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં તણાવભરી સ્થિતિ ઊભી થઈ છે અને છેલ્લા પંદર દિવસથી કેસ વધવા સાથે લોકોમાં ડરનો માહોલ પણ ઉભો થયો છે .એક બાજુ સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે લોકો ઘરની બહાર નીકળી શકતા અને તેમાં પણ કોરોનાને લઇને અનેક ઉદ્ભવેલા પ્રશ્નો વચ્ચે લોકો હાલ તણાવભરી સ્થિતિમાં સમય વ્યતીત કરી રહ્યા છે. Read More... 


શું ખાંસી અને છીંકથી સાત મીટર સુધી કોરોના વાયરસ ફેલાઇ શકે છે ?

કોરોના વાયરસ સંસર્ગજન્ય છે પરંતુ હવા દ્વારા ફેલાતો ન હોવાથી સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મુકવામાં આવી રહયો છે. માસ્ક પહેરવા અને બે માણસો વચ્ચે એક મીટરનું સલામત અંતર રાખવાનું પ્રચલિત બન્યું છે. આથી જ તો માર્કેટમાં ખરીદી કરવા જાય ત્યારે પણ દુકાનદાર ગ્રાહકોને 1 મીટરના અંતરે કુંડાળામાં ઉભા રાખે છે જેથી કરીને સંક્રમણ થવાનો ખતરો ટળી જાય છે એવું માનવામાં આવે છે. Read More...


ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1700ને પાર, જાણો દેશના કોરોના "હોટ સ્પોટ"
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં છેલ્લા બે દિવસમાં ભારે ઉછાળો આવ્યો છે. ભારતમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 1700ને પાર થઈ ગઈ છે.કોરોનાના કારણે 53 લકો મોતને પણ ભેટી ચુક્યા છે. Read More...


ન્યૂયોર્કમાં દર 6 મિનિટે એકનુ મોત, મડદાઘરો ઉભરાઈ રહ્યા છે, અમેરિકા પર મોટી આફત
અમેરિકામાં કોરોનાના કારણે રોજે રોજ સ્થિતિ વણસી રહી છે. અમેરિકા કદાચ છેલ્લા કેટલાક વર્ષોની સૌથી મોટી આફતનો સામનો કરી રહ્યુ છે. કોરોના વાયરસના કારણે થયેલા મોતોની સંખ્યામાં અમે્રિકા ચીનના કોરોના વાયરસના એપી સેન્ટર મનાતા હુબેઈ પ્રાંતથી પણ આગળ નીકળી ગયુ છે. અમેરિકામાં 4000 લોકોના મોત થઈ ચુક્યા છે. Read More...


રીયલ હીરો, પાંચ દિવસ બાદ ડોક્ટર આવ્યા, ઘરની બહારથી ચા પીને રવાના થયા
સરહદ પર યુધ્ધ લડતા સૈનિકોની જેમ દેશની અંદર હજારો ડોક્ટરો અને નર્સો કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. આવા જ એક ડોકટરની તસવીર ગઈકાલથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર ભોપાલના મુખ્ય મેડિકલ ઓફિસર ડો.સુધીર દેહરિયાની છે. જેઓ પોતાના ઘરના કમ્પાઉન્ડની બહાર બેસીને એક કપ ચા પી રહ્યા છે અને ગેટ પર તેમના પત્ની અને બે સંતાનો ઉભા છે. Read More...


BCGની રસી ભારતમાં કોરોના વિરુદ્ધ બની શકે છે સુરક્ષાકવચ
શું BCGનું રસીકરણ કોરોના વાઇરસ સામે લડવા કારગર બની શકે ? ન્યુયોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના અભ્યાસ મુજબ એવા જ રિપોર્ટ આવ્યા છે. જે ભારત માટે ખૂબજ સારી બાબત છે. કારણ કે ભારતમાં 1962થી રાષ્ટ્રીય ટીબી પ્રોગ્રામની શરૂઆત થયા પછી દેશમાં બાળકના જન્મ બાદ તુરંત BCGની રસી આપવામાં આવે છે.  Read More...


કોરોનાના કેર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગથી ગરબા !
સમસ્યા કેવી પણ વિકરાળ બનીને સામે ઉભી હોય તેનો હસતા હસતા સામનો કરી શકે તે જ પાક્કો ગુજરાતી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. અત્યારે વિશ્વના મોટા ભાગના દેશમાં કોરોના એ પગપેસારો કરી લીધો છે. ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ "યોદ્ધા"નો આંક 70થી વધુ ગયો છે.  Read More...


એક પણ મજૂર ભુખ્યો ન રહેવો જોઇએ, તેમનું ડર પણ દુર કરો: સુપ્રીમ
કોરોના વાઇરસને કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જોકે તેને કારણે હજારો મજૂરો પલાયણ કરવા મજબુર થયા છે. અચાનક જ લોકડાઉન જાહેર થતા કોઇ વાહનની સુવિધાના અભાવે આ મજૂરો પગપાળા જ અનેક કિલો મિટર સુધી ચાલીને પહોંચ્યા હતા. આ પરિસ્થિતિ વચ્ચે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે મજૂરોના રહેવા, જમવા સહિતની સુવિધા તાત્કાલીક ધોરણે કરવામાં આવે. Read More...

Gujarat