For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

BCGની રસી ભારતમાં કોરોના વિરુદ્ધ બની શકે છે સુરક્ષાકવચ, ન્યુયોર્ક ઈન્સિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો દાવો

Updated: Apr 1st, 2020

BCGની રસી ભારતમાં કોરોના વિરુદ્ધ બની શકે છે સુરક્ષાકવચ, ન્યુયોર્ક ઈન્સિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો દાવો 
અમદાવાદ, તા. 1 એપ્રિલ 2020, બુધવાર

શું BCGનું રસીકરણ કોરોના વાઇરસ સામે લડવા કારગર બની શકે ? ન્યુયોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના અભ્યાસ મુજબ એવા જ રિપોર્ટ આવ્યા છે. જે ભારત માટે ખૂબજ સારી બાબત છે. કારણ કે ભારતમાં 1962થી રાષ્ટ્રીય ટીબી પ્રોગ્રામની શરૂઆત થયા પછી દેશમાં બાળકના જન્મ બાદ તુરંત BCGની રસી આપવામાં આવે છે. 

હેલ્થ સાયન્ટીસ્ટ સર્વરમાં પ્રકાશિત અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે BCG રસીકરણને કારણે કોવિડ -19 ના કારણે મોત ઓછા કરવામાં મદદરૂપ થશે. જે દેશા BCGનું રસીકરણ કરવામાં આવે છે ત્યાં મોતની સંખ્યા ઓછી થઈ છે. અભ્યાસ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ BCG અર્થાત બેસિલસ કોમેટ ગુએરિનની રસીથી વાયરલ સંક્રમણ અને સેપ્સિસ જેવા રોગો સામે લડવામાં મદદ મળી રહી છે.


ભારતમાં મળેલા વાઇરસ માણસને જકડી નહીં રાખે
સંશોધકોનું એવું પણ માનવું છે કે ભારતમાં ફેલાયેલ કોરોના વાઇરસ વધારે ઘાતક સાબિત નહીં થાય. ભારતમાં મળેલા વાઇરસની સ્ટેન અને ઈટલી સ્પેન તેમજ અમેરિકામાં મળેલા વાઇરસની સ્ટેનમાં મોટુંઅંતર છે. ભારતમાં મળેલા વાઇરસ સિંગલ સ્પાઈક છે. અને ઈટલી, અમેરિકા, સ્પેન, ચીનમાં મળેલા વાઇરસમાં ત્રીપલ સ્પાઈક છે. આ વાઇરસ કોસિકાઓને મજબૂતીથી પકડી રાખે છે. જ્યારે સિંગલ સ્પાઈક કશિકાઓ એટલી ઝડપથી નથી પકડી શકતા. એનાથી એ પણ ના માની લેવું કે ભારત આ વાઇરસના સંક્રમણથી બચી શકશે. ભારતમાં કુપોષણની મોટી સમસ્યા છે. વસ્તીનો મોટા ભાગનો હિસ્સો ડાયાબિટીસ, હાઈપરટેન્શન, કિડનીની બિમારીઓથી હેરાન છે. એવામાં લોકોને સંક્રમણનો ભય વધારે રહે છે.


શ્વાસને લગતી બિમારીઓમાં અટકાવ લાવવા ચાલુ કરાયું હતું રસીકરણ
વિશ્વમાં સૌથી પહેલી વખત 1920માં ટીબી અટકાવવા માટે લગાવવામાં આવતી BCGની રસી શ્વાસથી જોડાયેલી બિમારીઓને રોકવામાં પણ અસરકારક સાબિત થઈ છે. બ્રાઝીલમાં 1920થી તો જાપાનમાં 1940થી આ રસીનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં 1962માં નેશનલ ટીબી પ્રોગ્રામ ચાલુ કરાયો હતો. ભારતમાં બાળકના જન્મથી 6 મહિના સુધીમાં BCGની રસી અપાય છે.

આ રસીમાં માણસોના ફેફસામાં ટીબીના કારણે ઉત્પન્ન થનાર બેક્ટેરિયાની સ્ટ્રેન્સ હોય છે. જેનું નામ માયકોબૈક્ટિરિમય બોવિડ છે. આ રસી બનાવવા દરમિયાન એક્ટિવ બેક્ટેરિયાની તાકાત ઘટાડી દેવામાં આવે છે. જેથી તે સ્વસ્થ માણસમાં બિમારી ફેલાવી ના શકે. આ સિવાય રસીમાં સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ સોલ્ટ, ગ્લિસરોલ, અને સાઈટ્રિક એસિડ હોયછે. બ્રિટેનના મિરર ના રિપોર્ટ મુજબ આ શોધનો રિપોર્ટ સામે આવ્યા પછી દુનિયાભરમાં COVID -19 સામે લડવા વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ કરીદેવામાં આવ્યા છે.

રિપોર્ટ મુજબ સંશોધનકર્તાઓનું કહેવું છે કે BCG વેક્સિન કોરોના વાઇરસથી સીધો સામનો નથી કરી શકતી . પરંતુ આ વેક્સીન બેક્ટેરિયાથી માણસમાં રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત કરી દે છે. આનાથી શરીરના બેક્ટેરિયા કોરોનાના હુમલાને સરળતાથી સહન કરી લે છે.


BCG અને NON BCG દેશની તુલના
નીટ ડિપાર્ટમેન્ટ ઓફ બાયો મેડિકલ સાયન્સના અભ્યાસ મુજબ BCG રસીકરણ અન તેનાથી કોરોના વાઇરસ પર પડનાર અસરનો અભ્યાસ કરાયો છે. જે દેશોએ BCG રસીકરણ નથી કરાવ્યું તે દેશ અને BCG કરાવનાર દેશોનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. BCG પોલિસીવાળા દેશોમાં જાપાન, બ્રાઝિલની તુલનામાં ઈટાલી અમેરિકા, લોબાન અને બેલ્જિયમમાં કરવામાં આવી હતી જ્યાં BCG રસીકરણ કરવામાં નથી આવતું. હાલમાં ઈટાલી મરનાર દેશોમાં સૌથી ટોપ ઉપર છે તો અમેરિકા સંક્રમિતોમાં સૌથી આગળ છે.


મોતના આંકડાથી મળી રહ્યો છે સંકેત હાલમાં ટ્રાયલ બાકી
ઈટલી સ્પેન, અમેરિકામાં સંક્રમિતો અને મોતની સંખ્યામાં સૌથી વધારે છે. જ્યારે ભારતમાં હજુ સુધી કોરોનાનું એટલું સંક્રમણ થયું નથી. ભારતમાં અત્યાર સુધી 70 ટકાથી વધારે લોકોને BCG ની રસી મુકાઈ છે. નીટના રિપોર્ટ બાદ ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, જર્મની અને બ્રિટેને કહ્યું કે છે કોરોનાના દર્દીઓની દેખભાળ કરનારા હેલ્થ વર્કર્સ ને પણ BCG રસીનો પ્રયોગ કરવામા આવે. અલગ અલગ દેશોના આંકડા અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપી સંશોધકોએ સાર નિકાળ્યો છે કે BCG રસીકરણ વાળા દેશોમાં કોરોના ફેલાવાનો ભય 10 ટકા ઓછો છે.

ઈરાનમાં 1984માં BCG રસીકરણ શરૂ થયું છે. ઈરાનમાં 36 વર્ષથી ઓછી ઉઁમરના લોકોનું રસીકરણ થયું છે. પરંતુ ઘરડાઓને રસીકરણ કરાયું નથી. આ કારણથી તેમાં કોરોનાનો ભય વધારે છે. જ્યાં BCG રસીકરણ નથી થયું ત્યાં કોરોનાનો ભય 4 ગણો વધારે છે.

Gujarat