For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં એકજ દિવસમાં 13 નવા કેસ : અમદાવાદ હૉટસ્પોટ

- ગુજરાતના 11 જિલ્લામાં કોરોના પ્રસર્યો : કુલ 87 કેસ

- એકજ દિવસમાં રાજ્યમાં 13 કેસ જ્યારે અમદાવાદમાં 8 કેસ નોંધાયાની પહેલી ઘટના : કુલ 87 પૈકી 46ને સ્થાનિક સંપર્કથી ચેપ લાગ્યો

Updated: Apr 1st, 2020

- 26 થી 35 વર્ષના યુવાઓને કોરોનાનો ચેપ લાગતા લોકો ગભરાયા, શહેરો જ નહીં, ગામડાઓમાં ય કેસો વધ્યા

ગુજરાતમાં એકજ દિવસમાં 13 નવા કેસ : અમદાવાદ હૉટસ્પોટ

અમદાવાદ, તા. 01 એપ્રિલ 2020, બુધવાર

-ગુજરાતમાં ચિંતાજનક હદે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. અમદાવાદમાં તો વાસ્તવમાં કોરોનાનુ હોટસ્પોટ સાબિત થઇ રહ્યુ છે કેમકે,છેલ્લા ૨૪ કલાકમાં જ અમદાવાદમાં ૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા હતાં. આ ઉપરાંત પોરબંદર,સુરત અને પંચમહાલમાં ય કેસો નોધાયાં હતાં. આમ,એક દિવસમાં ૧૩ કેસો નોધાયા હતાં. લોકડાઉનની કડક અમલવારી વચ્ચે ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના ૧૩ કેસો નોંધાયા હોવાની આ પ્રથમ ઘટના બની છે.રાજ્યમાં કોરોનાના કેસોનો આંકડો ૮૭ સુધી પહોંચ્યો છે. 

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસો વધતા જાય છે તેમાં ય અમદાવાદમાં તો કેસોની સંખ્યા વધીને ૩૧ થઇ છે. રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં આજે પર વર્ષિય પુરુષ,૧૮ વર્ષિય યુવક,૪૫ વર્ષિય મહિલા અને ૬૮ વર્ષિય પુરુષ આંતરરાજ્યના પ્રવાસેથી પરત ફર્યા બાદ તેમનામાં કોરોના પોઝિટીવ હોવાનુ નિદાન થયુ હતું. આ ઉપરાંત ૬૫ વર્ષિય એક મહિલા,૫૮ વર્ષિય મહિલા અને ૬૭ વષિય પુરુષને સ્થાનિક સંપર્કમાં આવતાં કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. અન્ય એક ૫૮ વર્ષિય પુરુષ કે જે વિદેશથી પરત ફર્યા હતાં તેમને ય કોરોના થતા અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા હતાં.આમ,અમદાવાદ કોરોનાનુ હોટ સ્પન્ટ બન્યુ હતું.  

આ ઉપરાંત પોરબંદરમાં બે કેસ,સુરતમાં બે કેસ નોંધાયા હતાં. ચોંકાવનારી વાત એછેકે,પંચમહાલ જેવા આદિવાસી વિસ્તારમાં ય કોરોનાએ પગપેસારો કર્યો હતો. આ જિલ્લામાં ય કોરોનાનો એક કેસ નોંધાયો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓમાં કોરોનાના કેસો નોંધાઇ ચૂક્યાં છે.ગુજરાતમાં શહેરી વિસ્તારોથી પ્રસરીને કોરોનાએ ગામડા તરફ પ્રયાણ કર્યુ છે. ચિંતાની વાત એ છેકે, હવે તો ૨૬થી ૩૫ વર્ષના યુવાઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યાં છે. અત્યાર સુધીમાં વિદેશ જઇને આવેલાં ૩૩ જણાંને કોરોના થયો છે જયારે ૪૬ લોકોને તો સ્થાનિક સંપર્કને કારણે કોરોનાનો ચેપ લાગ્યો છે તે  જોતાં હવે ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે જેના લીધે લોકોમાં એક ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. આજે પણ ૧૩ પોઝીટીવ કેસ નોધાયા તે પૈકી ૮ જણાંને સ્થાનિક સંપર્કથી ચેપ લાગ્યો છે. 

૮૭  દર્દીઓ પૈકી ૭૧ લોકોની તબીયત સ્થિર છે જયારે ૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે.૭ જણાં સાજા થઇને હોસ્પિટલથી ઘેર પહોંચી ગયા છે. ૧૮૪૮૭ લોકોને હોમ કવોરન્ટાઇન કરાયા છે.

નિઝામુદ્દીન મરકઝથી આવેલા 1500 જણાનું સરકારે ટ્રેસિંગ શરૂ કર્યું

દિલ્હી સ્થિત નિઝામુદ્દીન મરકઝ પર ગુજરાતથી ગયેલા ૧૫૦૦ લોકોનું રાજ્ય સરકારે ટ્રેસિંગ શરૂ કર્યુ છે.  કેન્દ્ર સરકારે આ બધાય લોકોની યાદી ગુજરાત સરકારને સુપરત કરી છે. ગુજરાત પોલીસે આ બધાય લોકોના મોબાઇલ ફોનના આધારે ટ્રેસિંગ કરવાનુ શરૂ કર્યુ છે. કેટલાંય લોકોની ભાળ પણ મેળવાઇ છે અને તેમનુ મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યુ છે.બધાય લોકોને હોમ કવોરન્ટાઇન કરાયા છે.અત્યાર  સુધી દિલ્હી મરકઝથી આવેલાં કોઇનુ ય કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો નથી.

નિવૃત થતા આરોગ્ય કર્મચારી-અધિકારીઓની નિવૃતિ  અવધિ વધારાઇ

અત્યારે કોરોનાની પરિસ્થિતીમાં ડૉકટરો,પેરામેડિકલ સ્ટાફ સહિતની અછત વર્તાઇ રહી છે ત્યારે રાજ્ય સરકારે ૩૧મી માર્ચ અને ૩૦મી એપ્રિલે નિવૃત થતા આરોગ્ય વિભાગના કર્મચારીઓની નિવૃતિની સમય મર્યાદા વધારાઇ છે. જેથી રોગચાળાની પરિસ્થિતીમાં આ કર્મચારીઓના અનુભવનો લાભ મળી શકે. આરોગ્ય વિભાગે નિવૃત થયેલાં કર્મચારીઓને ય પુન કરાર આધારિત નોકરીએ લેવાય નક્કી કર્યુ છે. આ ઉપરાંત સરકારી મેડિકલ કોલેજમાં વોક ઇન ઇન્ટરવ્યુને બદલે ઓનલાઇન ઇન્ટરવ્યુની સુવિધા કરી છે.

અમદાવાદના કોરોનાના તમામ 29 દર્દીઓનાં નામ- સરનામા જાહેર કરાયાં

- આ વ્યક્તિઓ સાથે કોઈ ભેદભાવભર્યો વ્યવહાર કરશે તો કાનુની રાહે પગલાં લેવાશે : પ્રથમ વખત રોગચાળામાં મ્યુનિ.એ નામો જાહેર કર્યા

સામાન્ય રીતે રોગચાળો ચાલતો હોય ત્યારે દર્દીનું નામ અને સરનામું જાહેર કરવામાં આવતું હોતું નથી, કોરોનાના વધતા વ્યાપના સંદર્ભમાં મ્યુનિ. કમિશ્નર વિજય નેહરાએ આવા દર્દીઓના સંપર્કમાં આવેલાઓ સ્વયં જાગૃત બને અને પોતાને ક્વોરેન્ટાઇન કરે, તબિયત ખરાબ થાય તો તુરત જ હોસ્પિટલમાં જઈને ચેકીંગ કરાવે તે હેતુથી દર્દીના નામો જાહેર કરવાનો આજે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ઉપરાંત નામ- સરનામાની વિગતો જાહેર થયા બાદ તેમની સાથે કોઈ પડોશી કે અન્ય કોઈ ભેદભાવપૂર્ણ વર્તન કરશે તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રોગચાળાના પ્રારંભે જ મંત્રી નીતન પટેલે નામો જાહેર કરવાની જાહેરાત કરી હતી, પણ તેનો તે સમયે અમલ શરૂ થયો ન હતો તે હવે આજથી થઈ રહ્યો છે. અત્યાર સુધીના દર્દીઓના નામો નીચે મુજબ મ્યુનિ. દ્વારા જાહેર કરાયા છે.

-

નામ-ઉંમર

સરનામું

નિયોમી શાહ (૨૧)

આમ્રપલાશ બંગલોઝ, આનંદનિકેતન સામે, રામદેવનગર સેટેલાઈટ

સુમીતી સિંગ (૩૪)

સેકન્ડ એવન્યુ, આંબાવાડીની બાજુમાં,નવરંગપુરા

શ્રી કિશન અગ્રવાલ (૬૯)

રત્નાકર હેલ્કોન, આનંદનગર

હેમંત રાયસિંઘાણી (૨૪)

કૈલાસરાજ હાઇટ્સ, કુબેરનગર

શમસાદ બેગમ સૈયદ (૬૫)

જામસાહેબની ગલી, લાલ દરવાજા

ફિદાહુસેન સૈયદ (૬૫)

જામ સાહેબની ગલી લાલ દરવાજા

સ્મૃતિ ઠક્કર (૨૩)

અવનિ કોમ્પ્લેક્ષ,નારણપુરા

કાંતિલાલ મીના (૩૩)

આમ્રપલાશ બંગ્લોઝ, રામદેવનગર

હસમુખ હીરપરા (૬૧)

ચંદ્રબાગ સોસાયટી, બાપુનગર

૧૦

હુસેનાબીબી શેખ (૮૫)

પોલીસ ચોકી પાસે, દાણીલીમડા

૧૧

મો. ઇકબાલ શેખ (૫૮)

મોચી ઓડ, જમાલપુર

૧૨

ફુરકાનાબાનુ શેખ (૫૭)

મોચી ઓડ, જમાલપુર

૧૩

સિલ્કી જૈન (૩૧)

મારૃતિ રો-હાઉસ, મેમનગર

૧૪

વત્સલા વોરા (૫૯)

દીપવીલા બંગ્લોઝ, થલતેજ

૧૫

હારૃન વોરા (૭૦)

બેસ્ટ એપાર્ટમેન્ટ, સરખેજ

૧૬

વલય શાહ (૩૩)

ગોપાલ ટાવર, ગુલબાઈ ટેકરા

૧૭

યાસ્મીન પીપડવાલા (૪૫)

ચમાડીયા વાસ, આસ્ટોડિયા

૧૮

રઝીયા હારૃન વોરા (૬૭)

બેસ્ટ રેસીડેન્સી, જુહાપુરા

૧૯

મોહમ્મદ સૈયદ (૪૭)

ગજાનંદનગર, ગોમતીપુર

૨૦

પ્રતીક શાહ (૩૯)

પાનસીવીલા બંગ્લોઝ, મેમનગર

૨૧

અબ્દુલ ક્યુમ શેખ (૫૫)

શાહઆલમ, સફી મંઝીલ

૨૨

શહેનાઝ આબુવાલા (૫૮)

અલીફ એપાર્ટમેન્ટ,

૨૩

સાહેદા પઠાણ (૪૫)

જીએચબી, મોમીન મસ્જીદ પાસે, બાપુનગર

૨૪

ઝુબેરભાઈ પઠાણ (૫૨)

જીએચબી, બાપુનગર

૨૫

રમીલાબેન સુરવશી (૬૫)

જનતાનગર, ચાંદખેડા

૨૬

અબ્દુલ્લા પઠાણ (૧૮)

જીએચબી, બાપુનગર

૨૭

ઇશાક મન્સુરી (૫૪)

ક્રિસ્ટીલ ફ્લેટ, ઉર્દૂ સ્કૂલ પાસે

૨૮

મકસુદ ગાંધી (૬૮)

માતાવાળી પોળ, કાલુપુર

૨૯

શૈલેષભાઈ ધુ્રવ (૬૭)

દેવપ્રીત એપા., બોડકદેવ

૧૯ મોહમ્મદ સૈયદ (૪૭) ગજાનંદનગર, ગોમતીપુર

૨૦ પ્રતીક શાહ (૩૯) પાનસીવીલા બંગ્લોઝ, મેમનગર

૨૧ અબ્દુલ ક્યુમ શેખ (૫૫) શાહઆલમ, સફી મંઝીલ

૨૨ શહેનાઝ આબુવાલા (૫૮) અલીફ એપાર્ટમેન્ટ,

૨૩ સાહેદા પઠાણ (૪૫) જીએચબી, મોમીન મસ્જીદ પાસે, બાપુનગર

૨૪ ઝુબેરભાઈ પઠાણ (૫૨) જીએચબી, બાપુનગર

૨૫ રમીલાબેન સુરવશી (૬૫) જનતાનગર, ચાંદખેડા

૨૬ અબ્દુલ્લા પઠાણ (૧૮) જીએચબી, બાપુનગર

૨૭ ઇશાક મન્સુરી (૫૪) ક્રિસ્ટીલ ફ્લેટ, ઉર્દૂ સ્કૂલ પાસે

૨૮ મકસુદ ગાંધી (૬૮) માતાવાળી પોળ, કાલુપુર

૨૯ શૈલેષભાઈ ઘ્રુવ (૬૭) દેવપ્રીત એપા., બોડકદેવ

Gujarat