For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ન્યૂયોર્કમાં દર 6 મિનિટે એકનુ મોત, મડદાઘરો ઉભરાઈ રહ્યા છે, અમેરિકા પર મોટી આફત

Updated: Apr 1st, 2020

ન્યૂયોર્કમાં દર 6 મિનિટે એકનુ મોત, મડદાઘરો ઉભરાઈ રહ્યા છે, અમેરિકા પર મોટી આફતન્યૂયોર્ક, તા.1. એપ્રિલ 2020, બુધવાર

અમેરિકામાં કોરોનાના કારણે રોજે રોજ સ્થિતિ વણસી રહી છે. અમેરિકા કદાચ છેલ્લા કેટલાક વર્ષોની સૌથી મોટી આફતનો સામનો કરી રહ્યુ છે.

Article Content Imageકોરોના વાયરસના કારણે થયેલા મોતોની સંખ્યામાં અમે્રિકા ચીનના કોરોના વાયરસના એપી સેન્ટર મનાતા હુબેઈ પ્રાંતથી પણ આગળ નીકળી ગયુ છે. અમેરિકામાં 4000 લોકોના મોત થઈ ચુક્યા છે.

Article Content Imageઅમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કમાં વુહાન કરતા પણ ખરાબ સ્થિતિ છે. ન્યૂયોર્કમાં દર 6 મિનિટે એક વ્યક્તિનુ મોત થઈ રહ્યુ છે. ન્યૂયોર્કમાં મોતનોઆંકડો 1000 કરતા વધી ગયો છે. ગઈકાલે રાતે કોરોનાના કારણે ન્યૂયોર્કમાં 182 લોકોના મોત થયા હતા. આ શહેરમાં 41000 લોકો કોરોના પોઝિટિવ છે. આખુ રાજ્ય હવે આ રોગચાળાનો નવો ગઢ બની ગયુ છે.

ન્યૂયોર્કમાં મરનારાઓના અંતિમ સંસ્કારમાં પણ તકલીફ પડી રહી છે. અંતિમ સંસ્કાર કરનાર એક કંપનીના સીઈઓ કહે છે કે, એટલા મૃતદેહ આવી રહ્યા છે કે, અમારા માટે આ સ્થિતિ સંભાળવી મુશ્કેલ થઈ રહી છે.

Article Content Imageન્યૂયોર્કના તમામ મડદાઘરો લાશોના કારણે ભરાઈ ચુક્યા છે. હવે તેને દફનાવવાની કામગીરી પણ ખતરનાક બની રહી છે.

આ પહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચુક્યા છે કે, અમેરિકામાં કોરોનાના કારણે ઓછામાં ઓછા એકાદ લાખ લોકોના મોત થઈ શકે છે. 


Gujarat