For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1700ને પાર, જાણો દેશના કોરોના "હોટ સ્પોટ"

Updated: Apr 1st, 2020

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1700ને પાર, જાણો દેશના કોરોના "હોટ સ્પોટ"નવી દિલ્હી, તા.1. એપ્રિલ 2020, બુધવાર

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં છેલ્લા બે દિવસમાં ભારે ઉછાળો આવ્યો છે.ભારતમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 1700ને પાર થઈ ગઈ છે.કોરોનાના કારણે 53 લકો મોતને પણ ભેટી ચુક્યા છે.

આવામાં દેશના 10 શહેરો કોરોના વાયરસના હોટ સ્પોટ બની ચુક્યા છે. જે વિસ્તારોમાં 10 કરતા વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ હોય અને આવા જે શહેરમાં સંખ્યાબંધ વિસ્તારો હોય તે શહેરને સામાન્ય રીતે હોટ સ્પોટ કહેવામાં આવે છે.

Article Content Imageઆવા શહેરોમાં એક દિલ્હી છે.નિઝામુદ્દીનમાં તબલીગી જમાતનો કેસ સામે આવ્યા બાદ આખા દેશમાં હાહાકાર ફેલાયો છે.

Article Content Imageદિલહીનો જ દિલશાદ ગાર્ડન દેશનુ બીજો હોટ સ્પોટ છે. જ્યાં 900 લોકોને ક્વોરેન્ટિન કરાયા છે.

નોએડામાં 37 લોકો કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.

Article Content Imageયુપીનુ મેરઠ પણ હોટ સ્પોટ છે. છેલ્લા 48 કલાકમાં અહીંયા 19 દર્દીઓ કોરોના પોઝિટિવ જાહેર થયા છે.

Article Content Imageમુંબઈ પણ એક મોટુ હોટ સ્પોટ છે.જ્યાં અત્યાર સુધીમાં 93 લોકો કોરોના પોઝિટિવ છે. દક્ષિણ મુંબઈના વર્લી કોલીવાડા વિસ્તારમાં ચાર કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા બાદ વિસ્તારને સીલ કરી દેવાયો છે.

Article Content Imageપૂણેમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા 50 પર પહોંચી છે. પોલીસે અહીંયા કોઈને એપ્રિલ ફૂલની મજાક કરવાની પણ ના પાડી દીધી છે.

Article Content Imageરાજસ્થાનના ભીલવાડામાં કોરોનાના દર્દીઓની સખ્યા 26 છે. રાજસ્થાનના કુલ 83 દર્દીઓમાંથી ભીલવાડાના જ 26 દર્દીઓ છે.

Article Content Imageકેરાલાના કાસરગોડમાં 165 કોરોનાના દર્દીઓ.આ સ્થળ સામાન્ય રીતે ટુરિઝમ માટે જાણીતુ છે.

કેરાલાના જ અન્ય એક પથનામથટ્ટીમાં પણ કોરોનાના 12 કેસ સામે આવી ચુક્યા છે.


Gujarat