Get The App

કોરોનાના કેર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગથી ગરબા !

Updated: Apr 1st, 2020

GS TEAM

Google News
Google News
કોરોનાના કેર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગથી ગરબા ! 1 - image

અમદાવાદ, તા. 31 માર્ચ 2020 મંગળવાર

સમસ્યા કેવી પણ વિકરાળ બનીને સામે ઉભી હોય તેનો હસતા હસતા સામનો કરી શકે તે જ પાક્કો ગુજરાતી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. અત્યારે વિશ્વના મોટા ભાગના દેશમાં કોરોના એ પગપેસારો કરી લીધો છે. ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ "યોદ્ધા"નો આંક 70થી વધુ ગયો છે. 

આવા ચિંતાજનક માહોલ વચ્ચે પણ ગુજરાતીઓએ ગરબે ઘૂમવાની તક ઘુમાવી નથી. સોશિયલ મીડિયા માં એક વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે જેમાં ગુજરાતીઓ સોશિયલ ડિસ્ટન્સિંગથી ગરબે ઘૂમી રહ્યા છે. આમ કહી શકાય ગુજરાતીઓને ગરબાથી કોઈ અલગ પાડી શકે નહિ, કોરોના નામનો રાક્ષસ પણ નહિ...!

Tags :